દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ કેન્દ્ર સરકારે જ શરૂ કરી હતીઃ ઓપન સ્કૂલિંગ સંસ્થાએ કેજરીવાલ સરકારનો દાવો નકાર્યો
September 01, 2022
નવી દિલ્હીઃ ભારતમાં સૌપ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ દિલ્હીની રાજ્ય સરકારે નહીં પરંતુ કેન્દ્ર સરકારે શરૂ કરી હતી તેમ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
કેટલાક માધ્યમોમાં કેજરીવાલને ટાંકીને ગઈકાલથી દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા ભારતના ઈતિહાસની સૌપ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે. જોકે, કેજરીવાલના આ નકલી દાવાનો ગઈકાલે જ અનેક સોશિયલ મીડિયા યુઝરે પર્દાફાશ કરી દીધો હતો. પરંતુ હવે ઓપન સ્કૂલિંગ સંસ્થા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલનો પ્રારંભ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા ગયા વર્ષે ઑગસ્ટમાં કરવામાં આવ્યો હતો.
India's first virtual school was launched by Centre, not Delhi govt, confirms NIOS
Read @ANI Story | https://t.co/PerWLFyNUb#DelhiSchools #ArvindKejriwal #ArvindKejriwalSchoolofPolitics pic.twitter.com/lRf867wDQP
— ANI Digital (@ani_digital) September 1, 2022
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (એનઆઈઓએસ) દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “હાલમાં એનઆઈઓએસ સાથે જોડાયેલાં 7000 કરતાં વધુ અભ્યાસ કેન્દ્રો દ્વારા શિક્ષણકાર્ય કરવામાં આવે છે અને એનઆઈઓએસ વર્ચ્યુઅલ ઓપન સ્કૂલના માધ્યમથી 1500થી વધુ અભ્યાસ કેન્દ્રોમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.”
ઓપન સ્કૂલે વધુમાં કહ્યું કે, એનઆઈઓએસ વર્ચ્યુઅલ ઓપન સ્કૂલના 2021ના શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રમાં જ 2.18 લાખ એસાઇન્મેન્ટ-ટીએમએ વિદ્યાર્થીઓ દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા.
એનઆઈઓએસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિવિધ પરંપરાગત વિષયો ઉપરાંત સંખ્યાબંધ વ્યવસાયલક્ષી, જીવનલક્ષી તેમજ સમુદાયલક્ષી અભ્યાસ પૂરા પાડે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
