ભારતીય નૌકાદળના ધ્વજમાં ફેરબદલનો ઈતિહાસ, ગુલામીના પ્રતીકને છેવટે અલવિદા
September 02, 2022
કોચીઃ ભારતીય નૌકાદળના ધ્વજમાંથી છેવટે ગુલામીના પ્રતીક સમાન સેન્ટ જ્યોર્જના ક્રોસને હટાવીને તેના સ્થાને ભારતીયતાના પ્રતીક સમાન છત્રપતિ શિવાજી મહારાજની શાહી મુદ્રા મૂકવામાં આવી છે.
આ ફેરફાર શા માટે કરવો પડ્યો?
નૌકાદળના ધ્વજમાં આ ફેરફાર કરવાનું કારણ એ છે કે અત્યાર સુધી ભારતીય ત્રિરંગાની સાથે અંગ્રેજોની ગુલામીના પ્રતીક સમાન સેન્ટ જ્યોર્જનો ક્રોસ પણ રાખવામાં આવ્યો હતો. અંગ્રેજોના ગયા પછી આટલા દાયકા સુધી ગુલામીના એ પ્રતીકનું કોઈ ઔચિત્ય નહોતું અને તેથી સરકારને અને નૌકાદળને ફેરફાર કરવાનું આવશ્યક લાગ્યું.
Indian Navy’s new ensign unveiled, drops St George’s Cross, introduces Indian Navy crest on a navy blue background enclosed in a octagon representing the royal seal of Chhatrapati Shivaji Maharaj. pic.twitter.com/f30ybEYoRu
— DeshGujarat (@DeshGujarat) September 2, 2022
નૌકાદળના ધ્વજમાં ફેરફારનો ઈતિહાસઃ
દેશ 1947માં સ્વતંત્ર થયો પછી પણ ત્રણ વર્ષ સુધી ભારતીય નૌકાદળના ધ્વજમાં યુનિયન જૅક અર્થાત બ્રિટિશ ધ્વજ અને તેની સાથે સેન્ટ જ્યોર્જનો ક્રોસ રાખવામાં આવ્યો હતો. છેવટે 1950માં આ ડિઝાઇનમાં ફેરફાર કરીને યુનિયન જૅકના સ્થાને ભારતીય ત્રિરંગો મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેની સાથે ક્રોસ યથાવત્ રહ્યો હતો.
નૌકાદળનો આવો ધ્વજ છેક 2001 સુધી અસ્તિત્વમાં હતો, પરંતુ તે સમયે સત્તા પર આવેલી અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા ક્રોસ હટાવીને નૌકાદળનું પ્રતીક અને તેની સાથે અશોક સ્તંભ રાખવામાં આવ્યો હતો.
જોકે, 2004માં સત્તા પર આવેલી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારને ભારતીય પ્રતીક પસંદ નહીં પડતા તે હટાવીને ફરી સેન્ટ જ્યોર્જનો ક્રોસ મૂકી દીધો હતો. પણ એ સમયે ક્રોસની મધ્યમાં અશોક સ્તંભ પણ રાખ્યો હતો. આવો ધ્વજ ગઈકાલ સુધી ભારતીય નૌકાદળ દ્વારા ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હવે 2001 પછી ફરીથી તેનું સંપૂર્ણ ભારતીયકરણ થયું છે.
નૌકાદળના નવા સ્વદેશી ધ્વજમાં હવે ત્રિરંગાની સાથે છત્રપતિ શિવાજી મહારાજની અષ્ટકોણીય શાહી મુદ્રા રાખવામાં આવી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
