માત્ર દાયકો નહીં, આ તો ભારતની શતાબ્દી છેઃ મેકિન્ઝીના વડા બૉબ સ્ટર્નફેલ્સ
September 02, 2022
મુંબઈઃ ભારત વિશ્વના ભવિષ્ય માટે કુશળતાની ફેક્ટરી પુરવાર થશે કેમ કે 2047 સુધીમાં અહીં કુલ વૈશ્વિક વર્કિંગ જનસંખ્યાના 20 ટકા લોકો હશે, તેમ મેકિન્સે એન્ડ કુ. ના સીઈ બૉબ સ્ટર્નફેલ્સે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતનો આ માત્ર દાયકો નહીં પરંતુ ભારતની સદી પુરવાર થશે કેમ કે અહીં એક જ સ્થળે વૈશ્વિક મહાસત્તાના તમામ લક્ષણો- વિશાળ વર્કિંગફોર્સ, વિશ્વભરમાં સપ્લાય ચેઇન ધરાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ તથા હરણફાળ ભરી રહેલી ડિજિટલ ક્રાંતિ છે. આ લક્ષણો માત્ર ભારત માટે નહીં પણ સંભવતઃ સમગ્ર દુનિયા માટે લાભદાયક રહેશે.
વૈશ્વિક કન્સલ્ટિંગ કંપની મેકિન્સે ભારતમાં ખૂબ મોટા પાયે રોકાણ કરવા માગે છે. બૉબ સ્ટર્નફેલ્સના જણાવ્યા અનુસાર ભારતમાં હાલ તેમની કંપનીમાં 5000 માણસો કામ કરે છે અને હવે આ સંખ્યા ડબલ કરીને 10,000 કરવાનું તેમનું આયોજન છે. ઇકોનોમિક ટાઇમ્સને આપેલી એક મુલાકાતમાં સ્ટર્નફેલ્સે જણાવ્યું કે, તેમની કંપનીમાં હાલ મહિલા કર્મચારીઓની સંખ્યા 40 ટકા છે જે વધારીને 50 ટકા કરવાની તેમની ઇચ્છા છે. 2026માં અમારી કંપનીને 100 વર્ષ થશે. ભારતમાં અમારી કંપનીનો વિકાસદર હંમેશાં ડબલ ડિજીટમાં રહ્યો છે. અમારા ભારતીય ભાગીદારો વૈશ્વિક સ્તરે પણ પ્રગતિ કરે એવો અમારો પ્રયાસ રહેશે તેમ મેકિન્સેના વડાએ જણાવ્યું હતું.
તમારી કંપનીની પ્રગતિ થઈ રહી છે તેમાં ભારતમાં તમારી શાખાનો કેવો ફાળો છે તેવા પ્રશ્નના જવાબમાં સ્ટર્નફેલ્સે જણાવ્યું હતું કે, અમે ભારતીય શાખાથી ખૂબ ખુશ છીએ. સાર્વત્રિક પ્રગતિમાં અમારી ભારતીય શાખાનો પણ નોંધપાત્ર હિસ્સો છે. અમે તેના ઉપર વધારે ધ્યાન આપવા માગીએ છીએ.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
