અરાજક કેજરીવાલની ગુજરાત પોલીસને બળવે ચડાવવા ઉશ્કેરણી
September 03, 2022
રાજકોટઃ અરાજકતાવાદી વિચારો માટે જાણીતા અરવિંદ કેજરીવાલે હવે ગુજરાત પોલીસમાં અસંતોષ અને બળવાનાં બીજ રોપવાનો હિચકારો પ્રયાસ કર્યો છે.
This is the height of shamelessness!#ArvindKejriwal has now urged Gujarat police to rebel against the state administration over a variety of issues. He continually established lower standards for himself. https://t.co/FMwZhEY0tx
— PoliticsSolitics (@IamPolSol) September 3, 2022
છેલ્લા બે દિવસથી ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે એક સભામાં ગુજરાત પોલીસને સંબોધીને નિવેદન કર્યું હતું કે, “આ સ્વતંત્ર દેશ છે, આ દેશમાં દરેકેને વિરોધ કરવાનો, પ્રદર્શન કરવાનો, કોર્ટમાં જવાનો બંધારણીય હક મળેલો છે. હું પોલીસના બધા સાથીઓને કહેવા માગું છું કે, તમે કોઈ આ શરતો ઉપર સહી ન કરશો. કોઈએ સહી કરવાની જરૂર નથી. ડિસેમ્બરમાં (અમારી) સરકાર બનશે, તમારી તમામ માગણીઓ માની લઇશું અને કોઈ શરતો મૂકવામાં નહીં આવે. અને અંદરખાને જે રીતે તમે સૌ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો છો એ કરતા રહો.”
Drama King @ArvindKejriwal now trying to create Anarchy amongst policemen in #Gujarat
तुम्हे जानकारी नहीं होगी, बता देता हूँ @GujaratPolice का मोटो है – सेवा सुरक्षा शांति
यहाँ जो अशांति का माहौल लाने की कोशिश करता है , उसे अपने गाँव वापस भेज दिया जाता है
बच के रहना ! pic.twitter.com/iR2myEf4It
— Modi Bharosa (@ModiBharosa) September 3, 2022
કેજરીવાલ ગુજરાત પોલીસની કેટલીક માગણીઓના સંદર્ભમાં નિવેદન કરી રહ્યા હતા. હજુ થોડા સમય પહેલાં જ ગુજરાત પોલીસની માગણીઓ અંગે રાજ્ય સરકારે વિચારણા કરીને વેતન સુધારણા સહિત માગણીઓનો સ્વીકાર કરી લીધો હતો અને તેને તબક્કાવાર લાગુ કરવા માટેની જાહેરાત પણ કરી હતી.
કેજરીવાલ દ્વારા પોલીસની ઉશ્કેરણી કરવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. તેમણે 2016માં પણ ગુજરાત પોલીસને રાજ્ય સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા પ્રયાસ કર્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર (https://indianexpress.com/article/india/india-news-india/gujarat-arvind-kejriwal-asks-police-not-to-take-wrong-orders-from-the-government-2931771/ ) કેજરીવાલે જુલાઈ 2016માં ગુજરાત પોલીસને સંબોધીને કહ્યું હતું કે, “રાજ્ય સરકારના ખોટા આદેશનું પાલન ન કરશો, સરકારી આદેશને માનીને કોઈ વ્યક્તિ પર હુમલો ન કરશો તથા મંત્રીઓના કહેવાથી નિર્દોષ લોકો વિરુદ્ધ ખોટા કેસ ન કરશો. પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે. પોલીસનું વેતન પ્રજા દ્વારા ચૂકવવામાં આવે છે.”
એ વખતે પણ કેજરીવાલે આવો જ બોગસ દાવો કર્યો હતો કે, “પોલીસોએ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે દોઢ વર્ષ પછી નવી સરકાર સત્તા પર આવશે. હાલની સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા તમામ કેસ નવી સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવશે.”
કેજરીવાલે આ નિવેદનો કર્યાં ત્યારે ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકાર હતી અને પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું. કેજરીવાલે ત્યારે પણ સ્થિતિનો ગેરલાભ ઉઠાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ સફળતા મળી નહોતી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
