અંબાજી યાત્રાધામને જોડતા તમામ રસ્તા ફોરલેન બનવાથી પદયાત્રિકોની સવલતોમાં વધારો
September 03, 2022
— રસ્તાઓ સ્થળને જ નહીં માણસોને પણ એકબીજાથી જોડે છેઃ રૂ.૧૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા દાંતા-અંબાજી ફોરલેન રસ્તાથી માઇભક્તોની સુવિધામાં વધારો થયો
— રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે
— અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટનો વ્યું પોઇન્ટ પદયાત્રીઓ માટે આાકર્ષણનું કેન્દ્ર
અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.
યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી રાહત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામાં આવતા હતા. જે હવે અંબાજીથી ત્રણ કિલોમીટર પહેલાં ગેટ પાસેના ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે. અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલા સેલ્ફી પોઇન્ટ અને વ્યુ પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યુ પોઇન્ટની સુવિધાથી આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો સોળે કળાએ ખીલેલા લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ઐતિહાસિક નિર્ણય લઇ ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવશે.
અંબાજી યાત્રાધામને જોડતા તમામ રસ્તા ફોરલેન બન્યા
અત્રે ઉલ્લખનીય છે કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યા છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર- નવાર અકસ્માતો થતા હતા, પણ હવે આ રસ્તો ફોરલેન બનવાથી અકસ્માતોને પણ નિવારી શકાય છે અને યાત્રાળુઓની સુરક્ષામાં વધારો થયો છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
