ગુજરાતમાં ટ્વિટર ટ્રેન્ડમાં #ગુજરાત_વિરોધી_AAP ટોચ ઉપર

ગુજરાતમાં ટ્વિટર ટ્રેન્ડમાં #ગુજરાત_વિરોધી_AAP ટોચ ઉપર

ગાંધીનગરઃ  હિન્દુ વિરોધી અને જાહેરખબર-જીવી આમ આદમી પાર્ટીને ગુજરાત આજે બરાબર જવાબ આપી રહ્યું છે. ગુજરાતમાં આજે ટ્વિટર ટ્રેન્ડ ઉપર #ગુજરાત_વિરોધી_AAP નો ટોચના ટ્રેન્ડમાં સમાવેશ થાય છે.

વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે રવિવારે ટ્રન્સસ્ટેડિયા ખાતે ખેલ મહાકૂંભના સમાપન અને આગામી રાષ્ટ્રીય રમતોના લોગોના લૉન્ચિંગ દરમિયાન વક્તવ્ય આપતાં આમ આદમી પાર્ટી ઉપર પ્રચંડ પ્રહાર કર્યો તેનાથી ગુજરાત ભાજપમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો છે અને રાજ્યના મંત્રીઓ તેમજ હોદ્દેદારોએ એક સાથે ગુજરાત-વિરોધી કેજરીવાલની પાર્ટી વિરુદ્ધ હલ્લાબોલ કરી દીધું છે.

કેજરીવાલની પાર્ટી વિરુદ્ધ આ સાયબર વૉરનું નેતૃત્વ સ્વયં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કરી રહ્યા છે. તેમણે ઉપરાઉપરી ટ્વિટ કરીને લખ્યું કે, સામાજિક કાર્યકર્તાના નામથી મેધા પાટકર જેવા ગુજરાત વિરોધી લોકોને AAP સપોર્ટ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. આવા ગુજરાત વિરોધીઓને સપોર્ટ કરતી પાર્ટીને ક્યારેય ગુજરાતમાં સ્થાન ન આપવું જોઈએ.

અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી @narendramodi સાહેબે ગુજરાતમાં મા નર્મદાને લાવવા માટે ઉપવાસ કર્યા અને એમાં રોડાં નાખનાર મેધા પાટકરને સપોર્ટ કરનારાને ક્યારેય માફ ન કરી શકાય.

તો રાજ્યના એક વરિષ્ઠ બ્રિજેશ મેરજાએ લખ્યું કે, જે આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી તત્વોના સાથથી સરકાર બનાવવા માંગે છે એમની ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય. આપણા ગુજરાતમાં ગુજરાત વિરોધી પાર્ટી ન જોઈએ.

પક્ષના સહ-પ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલે આ હૅશટેગ હેઠળ શ્રેણીબદ્ધ ટ્વિટમાં લખ્યું કે, સામાજિક કાર્યકર્તાના નામથી મેધા પાટકર જેવા ગુજરાત વિરોધી લોકોને AAP સપોર્ટ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. આવા ગુજરાત વિરોધીઓને સપોર્ટ કરતી પાર્ટીને ક્યારેય ગુજરાતમાં સ્થાન ન આપવું જોઈએ.

જે પાર્ટીના નેતા ગુજરાતમાં આવીને મોટા મોટા વાયદા કરે છે એ લોકોએ જ ગુજરાત વિરોધી મેધા પાટકરને ચૂંટણી લડવા ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીની ગુજરાત વિરોધી માનસિકતા ક્યારેય પૂર્ણ નહીં થાય.

પારસ કે. ઘેલાણી નામના ભાજપ, સંઘ અને એબીવીપીના અગ્રણી હોદ્દેદારે લખ્યું કે, જૂનાગઢમાં 62 સરપંચોએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટેકો આપવાના શપથ લીધા છે. આમ આદમી પાર્ટીએ સરપંચો તેમની સાથે હોવાનો ખોટો પ્રચાર કર્યો હતો પરંતુ તેમની સભામાં ખાસ કોઈ સરપંચ હાજર રહ્યા નહોતા. મીડિયાની ઉપસ્થિતિને કારણે આપ-ના દાવાનો પર્દાફાશ થઈ ગયો હતો.

ગુજરાત ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણીએ આ સંદર્ભમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નિવેદન ટાંકીને ટ્વિટ કર્યું કે, આપણને યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે પાંચ-પાંચ દાયકા સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખ્યું હતું, તરસ્યું રાખ્યું હતું. -મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી.

ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ યુવાનોને સંબોધીને લખ્યું કે, આજના યુવાનોને નહીં ખબર હોય કે આપણે મા નર્મદાને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે કેટલી તપસ્યા કરી છે.

ભાજપના એક ટેકેદાર હિતેશ શિયાળે લખ્યું કે, ગુજરાતની ભરેલી તિજોરી પર કેજરીવાલની સ્વાર્થી નજર છે. કારણ કે ગુજરાત ઔધોગિક અને વિકાસની દ્રષ્ટિ ભારતના પહેલા નંબરનું રાજ્ય છે એ જાણે છે.

આણંદના સંસદસભ્ય મિતેશ પટેલે લખ્યું કે, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં નર્મદાનું નીર પહોંચાડવાનું કામ આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી @narendramodi  એ કર્યું છે. અને આ આમ આદમી પાર્ટી વાળા પૂછે છે કે મોદીએ શું કર્યું..

રાષ્ટ્રવાદી સાયબર યોદ્ધા નામના એક યુઝરે પણ સરદાર પટેલ અંગેના કેજરીવાલ અને તેમની પાર્ટીનાં બેવડાં ધોરણોની ઝાટકણી કાઢતાં લખ્યું કે, દિલ્લીમાં પોતાની તમામ ઓફિસમાંથી સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો હટાવી દેનાર કેજરીવાલ ગુજરાતમાં આવીને કહે છે સરદાર પટેલ અમારા આદર્શ છે.

આ ઉપરાંત પણ ભાજપના અનેક ટેકેદારો તેમજ રાષ્ટ્રવાદીઓએ #ગુજરાત_વિરોધી_AAP ટ્રેન્ડમાં સામેલ થઈને આમ આદમી પાર્ટીના અનેક કૌભાંડ અને બેવડાં ધોરણોની પોલ ખોલી નાખી છે.

ભાજપના ટોચના મંત્રીઓ, નેતાઓ તેમજ કાર્યકરોનો આ જુસ્સો જોઇને અનેક સામાન્ય નાગરિકો દરેકના ટ્વિટને લાઇક અને રિટ્વિટ દ્વારા સમર્થન આપીને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે.

દેશ ગુજરાત