ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસ કહેનાર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ કેસ દાખલ
September 05, 2022
ઉમરાળાઃ હિન્દુઓ અને હિન્દુત્વ વિરોધી ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ છે.
હંમેશા હિન્દુત્વ વિરોધી રહેલી આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક પ્રવચનમાં દુનિયાભરના કરોડો હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસ ગણાવ્યા હતા.
હિન્દુત્વ વિરોધી ઈટાલિયાએ એવું નિવેદન કર્યું હતું કે, શ્રીકૃષ્ણ અને ભાજપ જેવા રાક્ષસોના પંજામાંથી ગુજરાતને છોડાવવા કેજરીવાલ જેવા અર્જુન આવ્યા છે.
आप के गुजरात इकाई के प्रमुख गोपाल इटालिया के खिलाफ मामला दर्ज.
सभा में भगवान श्री कृष्ण की राक्षस से तुलना करने पर आहिर समाज भावनाएं हुई आहत,दर्ज करवाई गई FIR.
भावनगर के बरवाला में दर्ज करवाई गई FIR@Gopal_Italia @AAPGujarat pic.twitter.com/4Oix0ssZC6
— Janak Dave (@dave_janak) September 5, 2022
તેના આવા નિવેદન બાદ હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે ઉમરાળાના આહિર સમાજે એક ડગલું આગળ વધીને હિંમત કરી અને ઈટાલિયા વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
કેજરીવાલની પાર્ટી દ્વારા પ્રારંભથી જ હિન્દુઓ અને હિન્દુત્વનું અપમાન થતું રહ્યું છે. આખો દેશ જાણે છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણની વિરૂદ્ધમાં પણ કેજરીવાલે નિવેદન આપ્યું હતું. એ જ નીતિરીતિ ગુજરાતમાં ગોપાલ ઈટાલિયાએ પણ ચાલુ રાખી હતી. તેણે થોડાં વર્ષ પહેલાં જાહેરમાં એવું કહ્યું હતું કે સત્યનારાયણની કથામાં જનારા નપુંસક હોય છે. આ સિવાય પણ ઈટાલિયા દ્વારા નિયમિત રીતે હિન્દુત્વ વિરોધી નિવેદનો થતાં રહ્યાં છે.
अपनी राजनीतिक रोटियाँ शेकने के लिये हिंदुओं के आराध्य भगवान श्री कृष्ण का अपमान करते शर्म नही आती @Gopal_Italia ??? 🤨
Shame on you
#ગુજરાત_વિરોધી_AAP pic.twitter.com/g2dH6OVTqt— Hardik Bhavsar (@Bitt2DA) September 5, 2022
હજુ થોડા દિવસ પહેલા જ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન એ હદે અપમાનજનક નિવેદન કર્યું હતું કે, દેશમાં અધર્મીઓ વધી જાય છે ત્યારે કૃષ્ણ ઝાડુ લઇને આવે છે. કેજરીવાલના આવા નિવેદન પછી પણ ગુજરાત સહિત દુનિયાભરના હિન્દુઓ નારાજ થયા હતા. અને હવે ઈટાલિયાએ શ્રીકૃષ્ણ અને ભાજપને રાક્ષસ સાથે સરખાવી દીધા છે.
આમ આદમી પાર્ટીના આવી માનસિકતા ગુજરાતમાં હિન્દુઓ વચ્ચે પણ વિખવાદ જગાવી શકે તેમ છે.
દેશ ગુજરાત
Recent Stories
- Bharat SemiTech Eyes ₹1,000 Crore Semiconductor Equipment Plant in Sanand
- Gujarat Govt to Disburse ₹7.14 Crore Pending Sugarcane Dues to Vyara Farmers Before Diwali
- Western Railway to Develop New Gati Shakti Cargo Terminal at Khakhrechi in Gujarat
- Western Railway Announces Two Special Trains from Ahmedabad to Bihar
- 101 New GSRTC Buses Flagged Off from Gandhinagar Ahead of Diwali
- GMRC Revises Ahmedabad - Gandhinagar Metro Timings for Diwali
