અમદાવાદ અને સુરતની વધુ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂરી; કુલ ૧૦,૯૦૦ EWS આવાસો બનશે

અમદાવાદ અને સુરતની વધુ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂરી; કુલ ૧૦,૯૦૦ EWS આવાસો બનશે

— અમદાવાદમાં ૧ ફાયનલ ટી.પી-૧ ડ્રાફટ અને ર પ્રિલીમીનરી ટી.પી ને મંજૂરી

— સુરતમાં ૧ પ્રિલીમીનરી ટી.પી મંજૂર

— ડ્રાફ્ટ ટી.પી મંજૂરીથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થવા સાથે આંતરમાળખાકીય સવલતો મળતાં નાગરિક સુવિધામાં વધારો થશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તે સાથે ઈઝ ઓફ લિવિંગની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ત્રણ પ્રિલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની ડ્રાફ્ટ સ્કીમ ૪૧૩–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી આપી છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં.પ૪ ઓગણજ પણ મંજૂર કરી છે.

ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. ૪૧૩ (એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરવામાં આવી છે તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે. એટલું જ નહિ, આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થતાં નાગરિક સુખાકારી કામોને પણ વેગ મળશે. આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ ૩પ.૦૩ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી ૬.૯૧ હેક્ટર્સમાં ૬ર૦૦ જેટલા EWS આવાસો બની શકશે. બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે પ.૯પ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૬.૧૯ હેક્ટર્સ તથા વેચાણ હેતુસર ૧પ.૯૭ હેક્ટર્સ જમીન મળશે.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરની જે બે પ્રિલીમીનરી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે તેમાં ટી.પી ૬૯-કોતરપૂર અને ટી.પી ૩પ જગતપૂરનો સમાવેશ થાય છે. આ બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મળીને કુલ ર૭.૦૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

પ્રિલીમીનરી ટી.પી. ૬૯ કોતરપૂરમાં ૭૮૩ જેટલા EWS આવાસો માટે ૦.૮૭ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.૮૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧.૭૩ હેક્ટર્સ અને વેચાણ હેતુસર ૪.૪૩ હેક્ટર્સ જમીન મળશે. પ્રિલીમીનરી ટી.પી-૩પ જગતપૂરમાં ૩.૩પ હેક્ટર્સ જમીન ૩૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે, ૩.૮૧ હેક્ટર્સ જમીન બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે, જાહેર સુવિધા માટે ર.પ૯ હેક્ટર્સ અને વેચાણના હેતુ માટે ૮.૩પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તેના પરિણામે કુલ ૭.૩૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીમાં ૧૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે ૧.૨૧ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.રર હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૩.૪૩ હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર આશરે ૧.૪૭ હેક્ટર્સ જમીન મળશે.

આમ, મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ  ટી.પી સ્કીમના પરિણામે કુલ ૧૦,૯૦૦ EWS આવાસો માટે તથા અન્ય વિવિધ હેતુઓ માટે કુલ મળીને ૬૯.૪૧ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

દેશ ગુજરાત