117 શિક્ષકોને રૂ. 29 લાખના પુરસ્કાર આપવા રૂ. 144 લાખનો ખર્ચઃ આ છે કેજરીવાલ મોડલ

117 શિક્ષકોને રૂ. 29 લાખના પુરસ્કાર આપવા રૂ. 144 લાખનો ખર્ચઃ આ છે કેજરીવાલ મોડલ

સૌરાષ્ટ્રઃ  આજે પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિવસે દિલ્હીના જાહેરખબર-જીવી મુખ્યપ્રધાનનું વધુ એક કારનામું ઉજાગર થયું છે. કેજરીવાલ સરકારે દિલ્હીના 117 શિક્ષકોને પુરસ્કૃત કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રત્યેક શિક્ષકોને રૂપિયા 25,000 લેખે કુલ રૂપિયા 29.25 લાખ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું. પરંતુ દરેકે દરેક કાર્યક્રમ અને યોજનામાં બને છે તેમ જાહેરખબર-જીવી કેજરીવાલે પુરસ્કાર સમારંભના આયોજન અને તેની અખબારોમાં તેની જાહેરાતો પાછળ કુલ રૂપિયા 144.10 લાખનો ખર્ચ કરી નાખ્યો.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહજાદ જયહિંદ (શેહજાદ પૂનાવાલા)એ ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુજિત હિન્દુસ્તાનીની આરટીઆઈને સોશિયલ મીડિયા ઉપર શૅર કરીને કેજરીવાલના આ કૌભાંડી આયોજનને ખૂલ્લું પાડી દીધું છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટે બે અલગ અલગ અરજી દ્વારા કેજરીવાલની આ “આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા”ની રોજિંદી નીતિરીતિને ખુલ્લી પાડી છે. તેમણે સૌપ્રથમ 2021ના શિક્ષક દિન નિમિત્તે કેજરીવાલ સરકારે કરેલા ખર્ચની વિગતોની અરજી કરી હતી. તેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષક દિનના કાર્યક્રમ માટે દિલ્હી સરકાર દ્વારા રૂપિયા 1,51,00,000 (એક કરોડ એકાવન લાખ)ની ફાળવણી કરવામાં આવી હતી. તે પૈકી DTTDC પાછળ રૂપિયા 70,67,935, શિક્ષકોને આપવાની શૉલ પાછળ રૂ. 2,49,210, બસો માટે રૂ. 5,818 – એમ કુલ રૂપિયા 73,22,963નો ખર્ચ 12મી ઑક્ટોબર 2021 સુધીમાં થયો હતો. તે ઉપરાંત પ્રત્યેક શિક્ષકને 25,000ની રકમ પુરસ્કાર રૂપે આપવામાં આવી હતી. આમ કુલ ખર્ચ રૂ. 29.25 લાખ પુરસ્કારનો થયો હતો.

આરટીઆઈ કાર્યકરે ત્યારબાદ ગયા વર્ષના એ કાર્યક્રમ માટે કેજરીવાલ સરકારે માધ્યમોમાં જાહેરાતો પાછળ કરેલા ખર્ચની વિગતો માગી હતી. આ અંગે માર્ચ 2022માં તેમને મળેલા જવાબ અનુસાર કેજરીવાલ સરકારે ગયા વર્ષના શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને પુરસ્કાર કરવાના કાર્યક્રમ માટે રૂપિયા 70,86,792 નો ખર્ચ અખબારોમાં જાહેરાતો આપવામાં કર્યો હતો. આમ ત્રણે આંકડાનો સરવાળો મેળવવામાં આવે તો રૂ. 144.10 લાખ રૂપિયા એક કાર્યક્રમ પાછળ કેજરીવાલે ખર્ચી નાખ્યા હતા.

દેશ ગુજરાત