જાહેરખબર-જીવી કેજરીવાલ સરકાર પાસે દિલ્હી યુનિવર્સિટીની કૉલેજોને આપવા ફંડ નથી!
September 06, 2022
નવી દિલ્હીઃ સતત જાહેરખબર-જીવી કેજરીવાલ સરકારને કારણે દિલ્હીની કૉલેજોને હવે તેમના શૈક્ષણિક દિવસોમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે. દિલ્હીની એક-બે નહીં પરંતુ 12 કૉલેજોને કેજરીવાલ સરકાર નિયમિત ભંડોળ પૂરું પાડતી નહીં હોવાથી આ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય ઉપર અસર પડી રહી છે અને હજારો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે.
દિલ્હી યુનિવર્સિટીની 12 પૈકી એક દીન દયાલ ઉપાધ્યાય કૉલેજે ભંડોળને અભાવે હવે છ દિવસને બદલે પાંચ દિવસનું અઠવાડિયું કરી દીધું છે, જેથી વીજળી બિલ તથા અન્ય વહીવટી ખર્ચ બચાવી શકાય.
દીન દયાલ ઉપાધ્યાય કૉલેજ ઘણા લાંબા સમયથી તેને ભાગે આવતાં ભંડોળની રકમ આપવા કેજરીવાલ સરકાર સમક્ષ માગણી કરી રહી છે. તે ઉપરાંત કૉલેજના પ્રાધ્યાપકોને પણ વેતન મળવાનું બંધ થયું હોવાથી તેમણે પણ દેખાવો કર્યા હતા. એક શિક્ષકે ટાઇમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું કે, બે વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. અગાઉ સરકારે એવું આશ્વાસન આપ્યું હતું કે, વહીવટી મંડળની રચના થઈ જાય પછી કૉલેજોના પ્રશ્નોનો ઉકેલ આવી જશે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. શનિવારે કૉલેજ બંધ રાખીને અમે વહીવટી ખર્ચ બચાવી શકીશું. અન્ય શિક્ષકોએ પણ જણાવ્યું કે તેમને છેલ્લા બે મહિનાથી વેતન મળ્યું નથી.
દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓએ ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને મળીને આ અંગે રજૂઆત કરી હતી. એટલું જ નહીં પરંતુ દિલ્હી સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલી વાત સદંતર ખોટી હોવાનું શિક્ષકોના આ સંગઠને દિલ્હીના ઉપરાજ્યપાલને જણાવ્યું હતું. કેજરીવાલ સરકારના ઉચ્ચ શિક્ષણ ડિરેક્ટરે એવી ખોટી જાહેરાત કરી હતી કે 12 કૉલેજોને ચાલુ નાણાકીય વર્ષમાં આંશિક ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. શિક્ષકોએ કહ્યું કે કોઈ ભંડોળ આપવામાં આવ્યું નથી અને પરિણામે તેમની સંસ્થાઓ નાણાકીય કટોકટી અનુભવી રહી છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ પડશે.
દિલ્હી યુનિવર્સિટી શિક્ષક સંગઠનના પ્રમુખ એ.કે. ભાગીએ જણાવ્યું હતું કે, પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસે તમામ શિક્ષકો તેમજ અન્ય વહીવટી સ્ટાફે તેમની ફરજ બજાવી હતી તેમ છતાં કેજરીવાલ સરકાર શિક્ષકોને તેમજ અન્ય સ્ટાફને વેતન આપવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકાર તરફથી ભંડોળ નહીં મળવાને કારણે 12 કૉલેજોમાં શૈક્ષણિક સુવિધાઓના વિકાસ માટે પણ હવે નાણા રહ્યા નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
