ત્રણ વર્ષનો ભારતનો આર્થિક વિકાસદર દુનિયાના વિકસિત દેશો કરતાં પણ વધુ
September 07, 2022
નવી દિલ્હીઃ છેલ્લાં ત્રણ વર્ષનો ભારતનો આર્થિક વિકાસ દર દુનિયાના કોઇપણ વિકસિત દેશ કરતાં પણ શ્રેષ્ઠ રહ્યો છે તેવું એક નવા અહેવાલ દ્વારા સ્પષ્ટ થાય છે.
એક અંગ્રેજી આર્થિક અખબારમાં વૈશ્વિક જીડીપી વિકાસદરનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે, તે અનુસાર કોવિડ અને તેની અસરમાંથી ઉભરી રહેલા કુલ ત્રણ વર્ષના સમયગાળામાં ભારત સહિત દુનિયાના વિવિધ દેશોએ જે પગલાં લીધા તેની અર્થતંત્ર ઉપર સીધી અસર પડી છે.
ત્રણ વર્ષના ગાળાના જીડીપી દરની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે, ભારતનો આર્થિક વિકાસદર 3.83 ટકાની સપાટીએ છે જે અમેરિકા સહિત અન્ય વિકસિત દેશો કરતાં વધારે છે. આ ગાળામાં અમેરિકાનો આર્થિક વિકાસદર 3.78 ટકા નોંધાયો છે જ્યારે કેનેડાનો આર્થિક વિકાસદર 2.58 ટકા રહ્યો છે. એ જ રીતે યુકેનો વિકાસદર 1.06 ટકા અને ફ્રાન્સ 0.68 ટકાએ રહ્યું હતું. ઈટાલી જીડીપી દર 0.21 ટકા હતો ત્યારે જાપાનનો વિકાસદર માઇનસમાં પહોંચી ગયો હતો.
કોરોનાકાળમાં સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન ભારત સહિત અન્ય દેશોએ લોકોની સહાય માટે સ્ટિમ્યુલેશન પૅકેજ સહિત વિવિધ પગલાં લીધાં હતા જેથી આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં વિવિધ એકમોને રાહત મળે અને તે ટકી શકે.
આ પગલાંમાં મોટાભાગના દેશોએ ખૂબ મોટાપાયે સ્ટિમ્યુલેશન પૅકેજ જાહેર કર્યાં હતાં. તેની સામે ભારતે અમુક પ્રમાણમાં સ્ટિમ્યુલેશન પૅકજ ઉપરાંત શ્રમિક અને અન્ય ગરીબ વર્ગોને કમ સે કમ ભોજન માટે કોઈ ખર્ચ ન કરવો પડે તે માટે નિઃશુલ્ક અનાજ પૂરું પાડવાનું શરૂ કરી દીધું હતું.
તે સમયે ભારતના વિપક્ષો તથા અમુક અર્થશાસ્ત્રીઓ પણ મોદી સરકારને એવી સલાહ આપ્યા કરતા હતા કે, દરેકે દરેક ક્ષેત્ર માટે સ્ટિમ્યુલેશન પૅકેજ જાહેર કરવા જોઇએ અને જો એવું નહીં થાય તો દેશના ધંધા-રોજગાર ભાંગી પડશે અને દેશ મંદીમાં સપડાઈને બરબાદ થઈ જશે.
જોકે, નરેન્દ્ર મોદી સરકાર પોતાના વલણને વળગી રહી અને ઉદ્યોગો સહિત કેટલાક આર્થિક ક્ષેત્રોને સ્ટિમ્યુલેશન પૅકેજ આપવા ઉપરાંત 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ પૂરું પાડવાનું ચાલુ રાખ્યું હતું.
આ સમગ્ર સ્થિતિનું પરિણામ એ આવ્યું કે જે દેશોએ મોટી માત્રામાં સ્ટિમ્યુલેશન પૅકેજ જાહેર કર્યા હતા ત્યાં ફૂગાવો કાબુ બહાર પહોંચી ગયો. હવે આજે એ સમયગાળાના ફૂગાવાને એડજસ્ટ કરીને ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારતે લીધેલાં પગલાંને કારણે ગરીબોને અભૂતપૂર્વ રાહત મળવા ઉપરાંત વેપાર-ઉદ્યોગો પણ ટકી શક્યા. તેથી વિરુદ્ધ વિદેશોમાં અસાધારણ ફૂગાવાએ મોંઘવારીનો દર એ હદે વધી ગયો કે હવે તેમાંથી બચવા એ દેશોએ બચતો કરવાનાં પગલાં શોધવા અને વિચારવા પડે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
