રાજપથના સ્થાને બનેલા કર્તવ્ય પથનો વીડિયો જારી, ભારત ગુલામીના વધુ એક પ્રતીકમાંથી મુક્ત
September 07, 2022
નવી દિલ્હીઃ દિલ્હીમાં તૈયાર થઈ રહેલા નવા રાષ્ટ્રપતિ ભવનથી સૈન્ય સ્મારક સુધીના માર્ગને નવો આપવાનું કામ પૂર્ણ થયું છે અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરે તે પહેલાં આજે સત્તાવાર વીડિયો જારી કરવામાં આવ્યો છે. અગાઉ રાજપથ તરીકે ઓળખાતા આ માર્ગને હવે કર્તવ્ય પથ નામ આપવામાં આવ્યું છે, જેનો ડ્રોનથી લેવાયેલો વીડિયો જારી કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર અંગ્રેજ ગુલામીના એક એક પ્રતીકોમાંથી ધીમેધીમે દેશને સ્વતંત્ર કરી રહી છે તેના ભાગરૂપે રાજપથને કર્તવ્યપથ નામ આપવામાં આવ્યું છે.
આ અગાઉ ગયા અઠવાડિયે દેશમાં સૌપ્રથમ સ્વદેશી ધોરણે નિર્મિત યુદ્ધવાહક જહાજ આઈએનએસ વિક્રાન્તનું લોકાર્પણ કરવા સાથે નૌકાદળના ધ્વજમાંથી સેન્ટ જ્યોર્જ ક્રોસ દૂર કરીને તેના સ્થાને છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળનું પ્રતીક મૂકવામાં આવ્યું હતું. અને હવે અંગ્રેજ ગુલામીના પ્રતીક સમાન માર્ગનું નામ પણ બદલામાં આવ્યું છે.
In Video | Visuals from the redeveloped Kartavya Path that will soon be opened for public use pic.twitter.com/XdRgaCMYON
— DeshGujarat (@DeshGujarat) September 7, 2022
પ્રારંભમાં આ માર્ગ કિંગ્સ વે તરીકે ઓળખાતો હતો જેને હિન્દીમાં રાજપથ કહેવામાં આવતો હતો. પરંતુ હવે તેનું નામ કર્તવ્ય પથ કરીને સંપૂર્ણ ભારતીયકરણ કરવામાં આવ્યું છે. જૂના અંગ્રેજ નામને દર્શાવતો અને તેની સાથે સંકળાયેલી કેટલીક યાદોને દર્શાવતો એક વીડિયો મોદી ભરોસા નામના ટ્વિટર યુઝરે પોસ્ટ કરીને ભારત તબક્કાવાર ગુલામીમાંથી મુક્ત થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
યાદ રહે, નવું તૈયાર થઈ રહેલું સંસદભવન પણ ગુલામીમાંથી મુક્તિનું જ વધુ એક પ્રતીક પુરવાર થવાનું છે. એ પહેલાં સંસદભવનની બહારના આ મુખ્ય માર્ગને સંપૂર્ણ ભારતીય રંગ આપવામાં આવ્યો છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
