સ્ટડી ઑફ વેદ , પુરાણ , ઉપનિષદ , કૌટીલ્યનું અર્થશાસ્ત્ર વિષય પર 1445 વિદ્યાર્થીઓએ સર્ટીફિકેટ કોર્સ કર્યા: જીટીયુ
September 09, 2022
— જીટીયુ દ્વારા ઈન્ડિયન નોલેજ સિસ્ટમના વિવિધ કોર્સના વિદ્યાર્થીઓ માટે સર્ટીફિકેટ એવોર્ડ સેરેમની યોજવામાં આવી.
— આ પ્રકારની એવોર્ડ સેરેમની યોજનાર જીટીયુ સમગ્ર દેશની એકમાત્ર યુનિવર્સિટી.
— સ્ટડી ઑફ વેદ , પુરાણ , ઉપનિષદ , કૌટીલ્યનું અર્થશાસ્ત્ર જેવા વિવિધ વિષય પર 1445 વિદ્યાર્થીઓએ સર્ટીફિકેટ કોર્સ કર્યા.
— 82 વર્ષના વાસંતી કર્ણીકે સ્ટડી ઑફ વેદાસનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-2020માં લાગુ કરવામાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંપૂર્ણ અમલ કરવા અર્થે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) પણ દરેક આયામ પર સુસજ્જ થઈ રહી છે. ત્યારે ભારતીય જ્ઞાન પરંપરાનો પ્રચાર પ્રસાર થાય તે હેતુસર જીટીયુના સેન્ટર ફોર ઈન્ડિયન નોલોજ સિસ્ટમ દ્વારા ચલાવવામાં આવતાં શોર્ટ ટર્મ કોર્સિસની પ્રથમ અને દ્વિતીય બેચના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં સર્ટીફિકેટ એવોર્ડ સેરેમની યોજવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય વક્તાના સ્થાને જાણીતા લેખક અને NCHRCSના ચેરમેન પ્રો. નિરજ અત્રીએ જણાવ્યું હતું કે , શિખર પર પહોંચેલી દરેક સભ્યતાને કેળવવી જરૂરી હોય છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિને બચાવવા માટે એક યોદ્ધા તરીકે કાર્યરત રહવું પડશે. જે આપણી મૂળભૂત ફરજ છે.
ભારત દેશની કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને સભ્યતા વિશ્વના દરેક દેશથી વિશેષ રીતે અલગ તરી આવે છે. જેના કારણે પ્રાચીનકાળમાં પણ તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ જેવી શ્રેષ્ઠત્તમ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવીને ભારતીય જ્ઞાન પરંપરાથી અવગત થઈને શિક્ષણ મેળવતા હતા.
જીટીયુના કુલપતિ પ્રો ડૉ. નવીન શેઠે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પરંપરા સદીઓથી વૈશ્વિક સ્તરે ઉચ્ચત્તમ છે. સંશોધન , અનુસંધાન , વિજ્ઞાન અને ટેક્નોલોજી , મેડિકલ સાયન્સ જેવા દરેક આયામ પર ભારતનું ઉચ્ચપ્રદાન છે. ત્યારે આજની યુવા પેઢી પણ તેનાથી અવગત થાય તે ખૂબ જ જરૂરી છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીટીયુ ધરોહર સેન્ટરના સંચાલિકા ડૉ. શ્રૃતિ આણેરાવ , ભિષ્મ સ્કૂલ ઑફ ઈન્ડિક સ્ટડીઝના ફાઉન્ડર પ્રો ક્ષિતિજ પાટુકલે ઉપસ્થિત રહ્યાં હતાં.
દેશના તમામ રાજ્યોના 1445 વિદ્યાર્થીઓએ જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટડી ઑફ વેદ, પુરાણ, ઉપનિષદ, કૌટીલ્યનું અર્થશાસ્ત્ર, પૌરાણીક સ્થાપત્યો, પ્રાચીન વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા વિવિધ વિષયો પર શોર્ટટર્મ કોર્સિસ કરવા માટે એડમિશન મેળવીને સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કર્યો છે.
મેડિકલ, એન્જિનિયરિંગ, સાહિત્ય, વકીલાત અને બિઝનેસ જેવાં દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ કોર્સ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો.
ઉંમરની મર્યાદા ન હોવાને કારણે સૌથી મોટી ઉંમરના વિદ્યાર્થી તરીકે મહારાષ્ટ્ર થાણેના વિદ્યાર્થીની શ્રી વાસંતી કર્ણીકે 82 વર્ષની ઉંમરે સ્ટડી ઑફ વેદાસ પર સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાનો મત રજૂ કરતાં જણાવ્યું હતું કે, બાળપણમાં જે શિખવા નહોતું મળ્યું તે અત્યારે શીખી રહ્યા છીએ. આ પ્રકારના કોર્સમાં દરેક યુવાઓએ જોડાઈને આપણી જ્ઞાન પરંપરાને ખરા અર્થમાં જાણવી જોઈએ.
| કોર્સ | વિદ્યાર્થીઓની સંખ્યા |
| સ્ટડી ઑફ વેદાસ | 416 |
| સ્ટડી ઑફ પુરાણ | 121 |
| સ્ટડી ઑફ ઉપનિષદ | 204 |
| કૌટીલ્યનું અર્થશાસ્ત્ર | 173 |
| પ્રાચીન ભારતીય સ્થાપત્ય | 137 |
| પ્રાચીન ભારતીય કળા | 26 |
| પ્રાચીન વિજ્ઞાન અને ટેક્નોલોજી | 187 |
| પ્રાચીન સંસ્કૃતિ અને વારસો | 28 |
| પ્રાચીન સામ્રાજ્ય | 25 |
| પ્રાચીન સાહિત્ય | 24 |
| ભરતનાટ્યમ | 31 |
| વૈદિક ગણિત | 15 |
| હિન્દુ કલ્ચર સ્ટડીઝ | 47 |
| ઈન્ડિયન હેરીટેજ એન્ડ કલ્ચરલ ટૂરીઝમ | 11 |
દેશ ગુજરાત
Recent Stories
- Bharat SemiTech Eyes ₹1,000 Crore Semiconductor Equipment Plant in Sanand
- Gujarat Govt to Disburse ₹7.14 Crore Pending Sugarcane Dues to Vyara Farmers Before Diwali
- Western Railway to Develop New Gati Shakti Cargo Terminal at Khakhrechi in Gujarat
- Western Railway Announces Two Special Trains from Ahmedabad to Bihar
- 101 New GSRTC Buses Flagged Off from Gandhinagar Ahead of Diwali
- GMRC Revises Ahmedabad - Gandhinagar Metro Timings for Diwali
