દિલ્હી સરકારના સરપ્લસ નાણાકીય સ્થિતિના દાવા વચ્ચે ભંડોળના અભાવે કોલેજોમાં પગાર અટક્યા
September 09, 2022
નવી દિલ્હીઃ દિલ્હી અને પંજાબ બંને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર ગંભીર નાણાકીય અછતમાં સપડાઈ રહી હોવાના સંકેતો છે.
Looks like it is not just Punjab but also Delhi which is facing some fiscal crunch.
Delhi’s revenue surplus
2010-11: Rs 10,642 crores
2021-22: Rs 3,039BTW, between 2015-16 and 2019-20, Delhi saw a 122.48 per cent increase in grants in aid from the Government of India. pic.twitter.com/aiPR4jKUbw
— Karan Bhasin (@karanbhasin95) September 8, 2022
દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી દીન દયાલ ઉપાધ્યાય કૉલેજ પણ પ્રાધ્યાપકો અને કર્મચારીઓને બે મહિનાથી વેતન ચૂકવી શકતી નથી કેમ કે કેજરીવાલ સરકારે કૉલેજ માટેનું ભંડોળ છેલ્લા કેટલાક સમયથી અટકાવી દીધું છે.
હવે એ સ્થિતિ આવી ગઈ છે કે, દીન દયાળ ઉપાધ્યાય કૉલેજે તેમના સ્ટાફને સત્તાવાર નોટિસ જારી કરીને કહેવું પડ્યું છે કે, દિલ્હીની રાજ્ય સરકારે ભંડોળ નહીં આપ્યું હોવાથી અમે તમારો પૂરો પગાર કરી શકીએ એવી સ્થિતિમાં નથી. ભંડોળ મળશે ત્યારે વેતન ચૂકવીશું. આ નોટિસ અનુસાર આસિસ્ટન્ટ પ્રોફેસરોને તેમના જુલાઈ 2022ના વેતનમાં રૂ. 30,000 કાપીને તથા એસોસિયેટ પ્રોફેસરોને રૂ. 50,000 કાપીને વેતન આપવામાં આવશે.
જુલાઈનો પગાર કાપીને આપવા અંગેનો ઈમેલ દીન દયાલ ઉપાધ્યાય કૉલેજના કાર્યકારી પ્રિન્સિપાલ હેમ ચંદ જૈને તમામ પ્રાધ્યાપકોને કર્યો હતો. આ અંગે પ્રત્યાઘાત આપતા સ્ટાફ એસોસિયેશનના પ્રમુખ અને ફિઝિક્સના પ્રોફેસર પી.કે. ઝાએ જણાવ્યું હતું કે, અમારા માટે હવે આ રોજિંદુ થઈ ગયું છે. અમને છેલ્લા ઘણા સમયથી પૂરો પગાર મળતો જ નથી. અમને લાગે છે કે, અમને ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરનો પગાર હવે છેક નવેમ્બરમાં જ મળશે. દિલ્હી સરકારના નેજા હેઠળ આવતી તમામ 12 કૉલેજમાં આ સ્થિતિ છે.
ઝાએ જણાવ્યું કે, હવે તો સ્થિતિ એવી આવી ગઈ છે કે અમારા રોજિંદા ખર્ચને પહોંચી વળવા મોટાભાગના પ્રોફેસરોએ તેમના પીએફ ફંડમાંથી નાણા ઉપાડવા પડે છે. કૉલેજોનો ક્લેરિકલ સ્ટાફ પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યો છે.
દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન (ડુટા)ના પ્રમુખ એ.કે. બાગચીએ એએનઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું કે, દિલ્હી સરકારના નેજા હેઠળ આવતી 12 કૉલેજોના પ્રાધ્યાપકોને કપાત પગાર મળે છે. આવું છેલ્લા ચાર વર્ષથી થઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં અમે 5-6 વખત દેખાવો કર્યા છતાં કોઈ ફેર પડતો નથી. મેડિકલ રિએમ્બર્સના બિલો પણ પાસ થતા નથી. ક્લેરિકલ સ્ટાફને પણ આ બધું સહન કરવું પડી રહ્યું છે.
ઝાએ પણ કહ્યું કે, છેલ્લા થોડા સમયમાં અમે અનેક વખત દેખાવો કર્યા, અમારી માગણીઓ રજૂ કરી, મુખ્યપ્રધાન (અરવિંદ કેજરીવાલ)ના નિવાસસ્થાનની બહાર દેખાવો કર્યા છતાં અમારા વેતનની સમસ્યાનો ઉકેલ આવતો નથી.
સાચી વાત એ છે કે, દિલ્હીની કેજરીવાલ સરકાર હજુ હમણાં સુધી કેન્દ્રીય ભંડોળના જોરે બજેટ સરપ્લસને કારણે મફતની યોજનાઓ સફળતાપૂર્વક ચલાવતી હતી, પરંતુ હવે કેન્દ્રીય ભંડોળ ખૂટી ગયું છે અને કેજરીવાલે પોતે તો દિલ્હી સરકારની આવક વધારવા માટે કોઈ યોજના કે પ્રયાસ અમલમાં મૂક્યા નથી.
આમ 2010-2011માં દિલ્હીની રાજ્ય સરકાર પાસે રૂપિયા 10,642 કરોડનું કેન્દ્રીય ભંડોળ હતું તે કેજરીવાલ સરકારે ઘટાડીને 2021-2022માં રૂપિયા 3039 કરોડ જેટલું નીચું લાવી દીધું છે.
In #Delhi and #Punjab #AAP Govts have all the money to spend on @ArvindKejriwal 's self-glorification by splurging taxpayers' money on media.
But they have no money to pay teachers and staff.
This is the 'Kejriwal Model' high on #LiquorScam low on integrity. pic.twitter.com/fgE7aBeZNF— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) September 9, 2022
આ સંદર્ભમાં પીઢ પત્રકાર અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ દીન દયાળ ઉપાધ્યાય કૉલેજનો પત્ર ટ્વિટ કરીને લખ્યું કે, પંજાબ અને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારો અરવિંદ કેજરીવાલના ગુણગાન ગાવામાં કરદાતાઓના નાણા મીડિયાની જાહેરખબરોમાં વેડફી નાખે છે. પરંતુ તેમની પાસે શિક્ષકો અને સ્ટાફને વેતન આપવા માટે નાણા નથી. કેજરીવાલનું આ મોડલ છે જે શરાબ કૌભાંડમાં ઊંચું છે પરંતુ નીતિમત્તાની બાબતમાં તળિયે છે.
આ સ્થિતિને કારણે હવે કેજરીવાલ સરકાર દિલ્હી યુનિવર્સિટીની કૉલેજો માટેનું નિયમિત ફંડ પણ આપી શકતી નથી. એટલું જ નહીં પરંતુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવાના ભંડોળની રકમ પણ કેજરીવાલે પૂરી આપી નથી.
આ સંદર્ભમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ બે દિવસ પહેલાં જ કેજરીવાલને પત્ર લખીને દિલ્હી મહાનગર કોર્પોરેશનના બાકી નીકળતા રૂપિયા 800 કરોડ ચૂકવવા જણાવ્યું હતું.
પંજાબમાં ભગવંત માન સરકારને સરકારી કર્મચારીઓનું ઑગસ્ટનું વેતન ચૂકવવામાં સાત દિવસનો વિલંબ થયો હતો, જે ઈતિહાસમાં પહેલી વખત બન્યું હતું. પંજાબ સહિત દરેક રાજ્યમાં સરકારી કર્મચારીઓનો પગાર હંમેશાં પહેલી તારીખે જ થઈ જાય છે, પરંતુ આ વખતે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે પાંચ મહિનામાં મફતની યોજનાઓ પાછળ નાણા વેડફી નાખતાં સરકારી કર્મચારીઓને છ દિવસ સુધી વેતન ચૂકવાયું નહોતું. તેને પગલે કર્મચારીઓએ રસ્તા પર આવીને દેખાવો કર્યા હતા એટલું જ નહીં પરંતુ મીડિયામાં પણ એ બાબતની વ્યાપક નોંધ લેવાયા બાદ ભગવંત માન સરકારે છેક સાતમા દિવસે પગાર કર્યો હતો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
