ગુજરાતની જાહેરક્ષેત્રની મોટાભાગની કંપનીઓનું ઉત્તમ પરફોર્મન્સ, રોકાણકારોને 138 ટકા સુધીનું વળતર મળ્યું
September 09, 2022
અમદાવાદઃ ગુજરાતની જાહેરક્ષેત્રની મોટાભાગની કંપનીઓ શ્રેષ્ઠ પરફોર્મન્સ કરી રહી છે એટલું જ નહીં પરંતુ રોકાણકારોને 138 ટકા જેટલું ઊંચું વળતર પણ મળી રહ્યું છે.
ફુગાવાની સ્થિતિ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ છતાં ગુજરાતની જાહેરક્ષેત્રની મોટાભાગની કંપનીઓએ એ વર્ષે પૉઝિટિવ વળતર આપ્યાં છે, તેમ ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે.
આ અહેવાલ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં જીએમડીસીએ આ વર્ષે 138 ટકા, જીએનએફસીએ 70 ટકા, ગુજરાત આલ્કલાઇને 46 ટકા, જીએસએફસીએ 29 ટકા, જીઆઈપીસીએલે 12 ટકા વધુ વળતર ચૂકવ્યું હતું. જોકે જીએસપીએલ અને ગુજરાત ગૅસનું પરફોર્મન્સ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નબળું રહ્યું હતું.
અહેવાલમાં એક સ્ટૉકબ્રોકિંગ કંપનીના ડિરેક્ટર ગુંજન ચોક્સીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, ગુજરાતની જાહેરક્ષેત્રની કંપનીઓ મુખ્યત્વે કેમિકલ્સ, ખાતર, માઇનિંગ અને ઊર્જા સંબંધી બિઝનેસમાં સંકળાયેલી છે. આ તમામ ક્ષેત્રોમાં કોવિડ પછી શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. જીએનએફસી જેવી કંપનીઓનું પરફોર્મન્સ કોવિડ પહેલાં પણ સારું હતું અને છેલ્લા પાંચ વર્ષથી રોકાણકારો તેના પર નજર રાખી રહ્યા છે. છેલ્લા થોડા મહિનાથી જીએમડીસીના શૅર ભાવમાં પણ વધારો જોવા મળે છે કેમ કે વિશ્વસ્તરે કોલસાના ભાવમાં વધારો થયેલો છે. આ કંપની લીગ્નાઈટના ખનનમાં લગભગ મોનોપોલી જેવું સ્થાન ભોગવી રહી છે. ગુજરાત આલ્કલાઇઝ જેવી કંપનીઓને રસાયણ ઉદ્યોગની તેજીનો લાભ મળ્યો છે. અને પરિણામે ગુજરાતની જાહેરક્ષેત્રની કંપનીઓમાં લાંબાગાળાના રોકાણકારો આકર્ષાયા છે.
2022માં અત્યાર સુધીમાં બીએસઈ સેન્સેક્સમાં 2.46 ટકાનો વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે નીચે ગયેલું શૅરબજાર હવે ઘણું ઉપર આવી ગયું છે.
અન્ય એક સ્ટૉકબ્રોકિંગ કંપનીના પશ્ચિમ ઝોનના વડા વિરલ મહેતાએ જણાવ્યું કે, શૅર બજારમાં નોંધપાત્ર રિકવરી થઈ છે. અમને લાગે છે કે આ ટ્રેન આગળ પણ યથાવત્ ચાલુ રહેશે. એસેટ્સ રિસર્ચ એનાલિસ્ટ આદિત્ય અરોરાએ કહ્યું કે, ગુજરાતની અગ્રણી જાહેરક્ષેત્રની કંપનીઓનો ચાર્ટ ઉત્તમ દેખાય છે અને તેના ફંડામેન્ટલ્સ પણ સ્ટ્રોંગ છે. ભારતીય અર્થતંત્ર સારું પરફોર્મન્સ કરી રહ્યું છે અને રાજ્યની મોટાભાગની જાહેરક્ષેત્રની કંપનીઓને તેજીનો લાભ મળશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
