દેશમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો; બેરોજગારીનો દર 2019 પછી સૌથી નીચો
September 09, 2022
ચેન્નઈઃ અર્થતંત્રના ક્રમમાં બ્રિટનને હડસેલીને ભારત પાંચમા સ્થાને પહોંચવાની વાત હોય કે સ્વદેશી બનાવટના યુદ્ધવાહક જહાજની વાત હોય કે પછી સરહદે ચીની દળોને પીછેહઠ કરાવવામાં ભારતને મળેલી સફળતા હોય…હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે. દેશમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે, અર્થાત બેરોજગારીનું પ્રમાણ 2019માં હતું તેના કરતાં ઘણું નીચું ગયું છે. જોકે રોજગારીની આ દોડમાં બે રાજ્યો – રાજસ્થાન અને કેરળ સૌથી પાછળ રહી ગયા છે.
ભારત સરકારના સ્ટેટેસ્ટિક્સ, પ્લાનિંગ અને અમલીકરણ વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં બેરોજગારીનો દર 7.6 ટકા રહ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળા અર્થાત જાન્યુઆરીથી માર્ચ 2022 કરતાં પણ 0.6 ટકા નીચો છે. આમ હાલમાં જે બેરોજગારીનો દર છે તે કોવિડ પહેલાંના સમયગાળાની બેરોજગારી કરતાં પણ નીચો છે.
2019ના ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં બેરોજગારીનો દર 7.9 ટકા હતો તેમાં હવે નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર બેરોજગારીમાં જુલાઈ મહિનાથી જ ઘટાડો નોંધાવાનો શરૂ થયો હતો. શહેરી બેરોજગારીની વાત કરીએ તો પુરુષોમાં 5.7 ટકા અને મહિલાઓમાં 9.5 ટકા બેરોજગારી હતી.
આ સરકારી આંકડાને સેન્ટર ફૉર મોનિટરિંગ ઈકોનોમિક્સનું પણ સમર્થન મળે છે. આ ખાનગી સંસ્થાના જણાવ્યા મુજબ એપ્રિલથી જૂન 2022ના ત્રિમાસિક દાશામાં બેરોજગારી 7.37 ટકા હતી.
રોજગારી આપવાની બાબતમાં બે રાજ્યોનો રેકોર્ડ આખા દેશમાં સૌથી નબળો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં હાલ 12.8 ટકા બેરોજગારી છે તો ડાબેરીઓના શાસનવાળા કેરળમાં 12.5 ટકા બેરોજગારીનો દર છે. ત્રીજા અને ચોથા ક્રમે ઓડિશા અને ઉત્તરાખંડ આવે છે જ્યાં બંને રાજ્યોમાં 11.5 ટકા બેરોજગારીનો દર છે.
આ અહેવાલ અનુસાર છેલ્લા બે-ત્રણ વર્ષમાં શ્રમિકોની સંખ્યામાં ખાસ કોઈ મોટો ફેરફાર થયો નથી. જૂન 2022માં શહેરી શ્રમિકોની સંખ્યા 37.2 ટકા હતી. આ આંકડો એક વર્ષથી સ્થિર રહ્યો છે.
શહેરી વિસ્તારોમાં રોજગારી મેળવતા કુલ લોકોમાં 50 ટકા નોકરિયાત વર્ગ છે, 39.2 ટકા લોકો સ્વ-રોજગારી ધરાવે છે. અલબત્ત સ્વ-રોજગારોની સંખ્યામાં કોરોનાકાળ દરમિયાન ભારે ઘટાડો (20.9) નોંધાયો હતો પરંતુ હવે તે ફરીથી 32.9 ટકાએ પહોંચી ગયો છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
