સ્વતંત્ર લોકશાહી દેશોના કોઈ સૌથી મોટા નેતા હોય તો તે નરેન્દ્ર મોદી છેઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાનના મનની વાત
September 11, 2022
નવી દિલ્હીઃ સાચી સ્વતંત્રતાનો અનુભવ કરતા લોકશાહી દેશોમાં વર્તમાન સમયના જો કોઈ સૌથી મોટા નેતા હોય તો તે નરેન્દ્ર મોદી છે, તેમ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબ્બોટે તાજેતરમાં કહ્યું હતું.
આ અઠવાડિયે ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિયેશનની દિલ્હીમાં યોજાયેલી બેઠકને સંબોધતા એબ્બોટે મુખ્યત્વે વૈશ્વિક અર્થતંત્ર, વૈશ્વિક રાજકારણ તથા લોકશાહી અને આપખૂદ શાસનો વચ્ચેના તફાવત વિશે વાત કરી હતી.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, બર્લિન વૉલનું તૂટવું અને સોવિયેત સંઘનું પતન થવું એ મુક્ત મૂડીવાદનો વિજય હતો. દેખીતી રીતે ત્યારથી માનવ ઈતિહાસનો શ્રેષ્ઠ સમય શરૂ થયો હતો.
તેમણે કહ્યું કે 1990માં વિશ્વના 30 ટકા લોકો પીવાના સ્વચ્છ પાણીથી વંચિત હતા અને અત્યંત ગરીબીમાં જીવતા હતા. પણ 2020 આવતાં આવતાં 10 ટકા કરતાં ઓછા લોકો એ સ્થિતિમાં રહ્યા હતા. છેલ્લા 25,000 વર્ષમાં જે સંપત્તિનું સર્જન નહોતું થયું એ 2020ના પ્રથમ 25 વર્ષમાં થયું હતું. વિશ્વ હવે સમૃદ્ધ, સલામત, મુક્ત, ન્યાયી અને હા, પર્યાવરણની દૃષ્ટિએ વધુ જાગ્રત બન્યું છે. આ ગાળામાં ત્રીજા વિશ્વના એક અબજ કરતાં વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
આપણું કામ આ ગતિને જાળવી રાખવાનું છે, કેમ કે ઈતિહાસનો અંત નથી આવ્યો. કોરોના, યુક્રેન યુદ્ધ તથા દુનિયામાં થઈ રહેલા ફેરફારો એવા લોકો માટે રિમાઇન્ડર છે જેઓ એ વાત નથી જાણતા કે સ્વતંત્રતા અને સમૃદ્ધિ કમાવાથી મળે છે, તેની ઉપેક્ષાથી નહીં.
અને આ તબક્કે ભારતનું મહત્ત્વ છે. વિશ્વના આ સૌથી મોટા લોકશાહી દેશે વિભાજન જોયું છે, યુદ્ધ જોયાં છે, ગરીબી જોઈ છે અને છતાં આ દેશ વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક પ્રગતિ કરતો દેશ છે એટલું જ નહીં પરંતુ લોકશાહીનો આધાર છે, અને છતાં તેની સામે એકાએક અને અણધાર્યા પડકારો આવ્યા છે, તેમ તેમણે કહ્યું હતું.
ટોની એબ્બોટે ચીનના વિસ્તારવાદને કારણે ઊભી થઈ રહેલી તંગદિલી તેમજ યુક્રેન ઉપર રશિયાના આક્રમણનો પણ આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, વૈશ્વિક સંગઠનો જરૂરી છે અને પ્રશ્ન કર્યો કે, જો યુક્રેન નાટો સાથે જોડાઈ ગયું હોત તો શું શક્ય છે કે રશિયાએ તેના પર હુમલો કર્યો હોત?
એ સંદર્ભે ભારત દ્વારા ક્વૉડ દેશોના સંગઠનને મજબૂત કરવા માટે થઈ રહેલા પ્રયાસો અત્યંત આવશ્યક છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, ક્વૉડ સંગઠન વર્ષો સુધી અધિકારી સ્તરની વાતચીત સુધી જ સીમિત હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં ચાર રાષ્ટ્રોના વડાને સીધા જ સાંકળીને આ સંગઠનનું મહત્ત્વ એકદમ વધારી દીધું છે. ક્વૉડને કારણે ચીન ઉપર કાબુ રાખી શકાય તેમ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે એ વાત સાચી કે ભારતમાં બધું જ સર્વશ્રેષ્ઠ થઈ ગયું છે એવું ન કહી શકાય, પરંતુ એ સાથે જ પ્રજાને ન્યાયતંત્રનું આશ્વાસન છે. તે ઉપરાંત સ્વતંત્ર મીડિયા પણ અવાજ ઉઠાવવા માટે છે.
ભારતના અર્થતંત્ર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, હજુ થોડા સમય પહેલાં જ ગોલ્ડમેન સાશના વડાએ એક નિવેદન કર્યું હતું કે, આ ભારતનો માત્ર દાયકો નહીં પરંતુ ભારતની શતાબ્દી છે, કેમ કે ભારતના અર્થતંત્રે હવે ઊંચી ઉડાન શરૂ કરી છે. આમ 19મી સદી બ્રિટનની હતી, 20મી સદી અમેરિકાની હતી તો 21મી સદી ભારતની છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન કહ્યું કે, મને સ્પષ્ટ પણે લાગે છે કે આગામી દાયકાઓમાં જો સ્વતંત્રતા ટકશે તો તેનું ચાલકબળ ભારત હશે. અને જો આવી મુક્ત દુનિયાના કોઈ નેતા હશે તો તે આ વિશાળ લોકશાહીના નેતા (નરેન્દ્ર મોદી) જ હશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
