કેજરીવાલે જાહેરાત કર્યાના સાત મહિના થવા છતાં એકપણ કોન્ટ્રેક્ટ કર્મચારીને કાયમી કર્યા નથી
September 12, 2022
નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારની દરેક જાહેરાતો એક પછી એક તદ્દન પોકળ સાબિત થઈ રહી છે. બરાબર સાત મહિના પહેલાં એટલે કે ફેબ્રુઆરી 2022માં કેજરીવાલે બેધડક એવી જાહેરાત કરી દીધી હતી કે દિલ્હીમાં કોન્ટ્રેક્ટ ઉપર કામ કરતા 700 કામદારોને કાયમી કરી દેવામાં આવ્યા છે. જોકે, આ અંગે જાગ્રત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTI ના આધારે જાણવા મળ્યું છે કે આ દાવો સદંતર ખોટો છે.
આવી જાહેરાતની સાથે કેજરીવાલે કોઈ નકલી સમારંભમાં કાર્મચારીઓને કાયમી કરવાના પ્રમાણપત્ર આપતો ફોટો પણ પડાવ્યો હતો. તેમના આ સ્ટંટને સાચો માનીને કેટલાક મીડિયાએ પણ તેને સમાચાર તરીકે મહત્ત્વ આપી દીધું હતું. ત્યારે એકપણ મીડિયા હાઉસે વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ નહોતો કર્યો. કોઈ મીડિયાએ ત્યારે દિલ્હી સરકારમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા લોકોને રૂબરૂ મળીને સાચી વાત જાણવાનો પ્રયાસ નહોતો કર્યો.
પરિણામે કેજરીવાલ પણ આખા દેશમાં, ખાસ કરીને વિધાનસભા ચૂંટણી આવી રહી છે તેવા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ અંગે જૂઠાણું ચલાવ્યે રાખ્યું.
જોકે એક જાગ્રત નાગરિક દ્વારા આ અંગે જુલાઈ મહિનામાં આરટીઆઈ કરીને માહિતી માગી હતી. એ આરટીઆઈનો જવાબ હવે મળ્યો અને તેના દ્વારા સ્પષ્ટ થયું કે એક પણ કોન્ટ્રેક્ટ કર્મચારીને કાયમી કરવામાં આવ્યા નથી.
10th Feb 2022 – Kejriwal Govt Regularises 700 Contractual workers.
RTI – No Contractual Workers have been regularised by the Kejriwal Govt pic.twitter.com/AAPvFJfYNL
— Rishi Bagree (@rishibagree) September 12, 2022
આ અંગે વધારે સંશોધન કરતાં જાણવા મળે છે કે, કેજરીવાલે વાસ્તવમાં જુલાઈમાં જે જાહેરાત કરી હતે તે દિલ્હી મહાનગર કોર્પોરેશનના કોન્ટ્રેક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાની વાત હતી. જોકે તે સમયે જ સાઉથ દિલ્હી એમસીડીના મેયર મુકેશ સૂર્યનેએ પ્રત્યાઘાત આપતા કહ્યું હતું કે, કેજરીવાલ સરકાર ખોટું બોલી રહી છે, તેમ છતાં જો દિલ્હી સરકાર વધારાના ભંડોળની ફાળવણી કરે અને જરૂરી હોદ્દાઓની રચના કરે તો એમસીડી તેના કોન્ટ્રેક્ટ પરના કર્મચારીઓને કાયમી કરી શકે. પરંતુ કેજરીવાલ સરકારે આવી કોઈ જોગવાઈ જ કરી નથી તો કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન આવતો નથી.
આશ્ચર્યની વાત એ છે કે જાહેરાત કર્યા પછી પણ પોતે એકપણ કર્મચારીને કાયમી નહીં કરનાર કેજરીવાલે હજુ શનિવારે જ ફરીથી એવું નિવેદન કર્યું હતું કે, જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવશે ત્યાં કોન્ટ્રેક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. એ સાથે કેજરીવાલે કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્ય સરકારોને પણ કોન્ટ્રેક્ટ કર્મચારીઓને કાયમી કરવા “વિનંતી” કરી હતી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
