ભાજપ સોનિયા ગાંધીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવશેઃ કેજરીવાલ

ભાજપ સોનિયા ગાંધીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવશેઃ કેજરીવાલ

અમદાવાદઃ  વો સુરક્ષા કહાં દે રહે થે, વો તો મુઝે કૈદી બના રહે થે. તમે મને કહો કે શું કોઈ રાજ્યની પોલીસ કોઈ મુખ્યપ્રધાનને એવું કહી શકે કે તમે રીક્ષામાં નહીં જઈ શકો? આ સવાલ કેજરીવાલે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કર્યો હતો. વાસ્તવમાં ગુજરાતની એક મહિલા પત્રકારે કેજરીવાલને પૂછ્યું હતું કે, ગુજરાત પોલીસ તમે સુરક્ષા આપવા માગતી હતી ત્યારે તમે શા માટે તેનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું કે, હું પંજાબમાં રીક્ષામાં ફર્યો હતો, દિલ્હીમાં રીક્ષામાં ફર્યો હતો, ત્યાં તો કોઇને કહ્યું નહીં કે તમે રીક્ષામાં જઈ ન શકો.

તેમનો (ગુજરાત પોલીસનો) ઇરાદો મને સુરક્ષા આપવાનો કે નહીં આપવાનો નહોતો, તેમનો ઇરાદો મને પ્રજા વચ્ચે જતા રોકવાનો હતો. કેજરીવાલ તો જનતામાં જાએગા, કેજરીવાલ તો જનતા કા આદમી હૈ. આ દુનિયામાં કોઇની હિંમત નથી કે કેજરીવાલને જનતાથી દૂર કરી શકે. એ પછી હું ગયો ને? એમણે સલામતી આપવી પડી ને? ઉઘાડા પડી ગયા એ લોકો.

પત્રકારે જ્યારે પૂછ્યું કે, કોંગ્રેસના નેતા અજોય કુમારે આક્ષેપ કર્યો છે કે, ચંડીગઢમાં તમારી પાસે વેતન આપવા માટે નાણા નથી, પરંતુ પંજાબની સરકારે ગુજરાતમાં જાહેરખબરોમાં કરોડો રૂપિયા વાપર્યા છે. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ ખતમ થઈ ગયો છે. તેમના પ્રશ્નો લેવાનું બંદ કરી દો. જનતાના મનમાં કોઈ પ્રશ્ન નથી, જનતા ખુશ છે.

મેધા પાટકર અંગેના પ્રશ્નના જવાબમાં કેજરીવાલે સાવ બેહુદુ નિવેદન કર્યું હતું. પત્રકારે જ્યારે પૂછ્યું કે, તમારો પક્ષ મેધા પાટકરને બેકડોર એન્ટ્રી દ્વારા ગુજરાતના રાજકારણમાં લાવવા માગે છે, ત્યારે કેજરીવાલે કહ્યું – ભાજપ બેકડોરથી સોનિયા ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવા માગે છે. આ વિશે ભાજપને પ્રશ્ન પૂછો, હિંમત કરો.

દેશ ગુજરાત