મોહનરાવ ભાગવત કર્ણાવતીમાં

મોહનરાવ ભાગવત કર્ણાવતીમાં

કર્ણાવતી: ભારતીય વિચાર મંચ દ્વારા ‘  “સ્વાધીનતા સે  સ્વતંત્રતા કી ઔર બહુ આયામી વિમર્શ ”  આ વિષય પર એક દિવસીય સેમિનાર નું આયોજન દિનાંક ૧૪મી સપ્ટેમ્બર ને બુધવારના રોજ થયું છે. આ સેમિનાર માં ભાગ લેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માનનીય મોહનરાવ ભાગવત કર્ણાવતીમાં એક દિવસ માટે  આવી  રહ્યા છે.

આ એક દિવસીય સેમિનારમાં રામજન્મભૂમિ ન્યાસના કોષાધ્યક્ષ પૂ ગોવિંદ દેવગીરીજી , સાંસદ અને પ્રસિદ્ધ વિચારક શ્રી સુધાંશુ ત્રિવેદી , વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના અધ્યક્ષ સુશ્રી નિવેદીતા ભીડે તેમજ પુનરૂથાન વિદ્યાપીઠના કુલાધિપતી સુશ્રી ઈન્દુમતી કાટદરે પોતાના વિચારો વ્યક્ત કરશે.

ગુજરાત યુનિવર્સીટીના હોલમાં ૧૪મી સપ્ટે ના રોજ સવારે ૧૦ વાગે શરૂ થનારા આ સેમિનારમાં પ પૂ સરસંઘચાલક મા મોહનજી બીજ ભાષણ આપશે.

દેશ ગુજરાત