અમદાવાદમાં ભાજપ નેતા પવન તોમર પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જીવલેણ હુમલો
September 14, 2022
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, અમદાવાદ ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખશ્રી પવન તોમર પર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શ્રી પવન તોમર પર છરી વડે જીવલેણ હુમલો થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ શારદાબેન હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
આ ઘટના અંગે ડૉ. યજ્ઞેશભાઇ દવેએ મીડિયામાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં નિમ્નકક્ષાની રાજનીતિ કરી રહી છે. આમ આદમી પાર્ટીને જનતાનો સાથ ન મળતા અને પાર્ટીના નેતાઓના જુઠ્ઠાણાં રોજ બરોજ સામે આવી રહ્યા છે જેનાથી આપના કાર્યકરો હતાશ થઇ કેજરીવાલના ઇશારે ગુડાગર્દી કરી જીવલેણ હુમલા કરી રહ્યા છે. ગુજરાત શાંત રાજ્ય છે અને આ રાજ્યને બદનામ કરવા નિમ્ન કક્ષાની રાજનીતિ આમ આદમી પાર્ટી કરી રહી છે. ગુજરાતની જનતા રાજ્યમાં આવી હલ્કી કક્ષાની રાજનીતિ નહીં ચલાવે.
આ ઘટનાને વખડતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી ડૉ. પ્રશાંત કોરાટે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો તે ખૂબ જ શરમજનક છે. આમ આદમી પાર્ટી ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કયારેય આવી નિમ્ન કક્ષાની રાજનીતિ થઇ નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
