શું કેજરીવાલના માફીનામાનો પણ એક રેકોર્ડ થશે?
September 14, 2022
નવી દિલ્હીઃ દિલ્હીના કોઈ ખાતા અને જવાબદારી વિનાના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એક દિવસ માફીનામા લખવાનો રેકોર્ડ બનાવશે એવું લાગે છે.
પ્રજાને અને મતદારોને ભોળા સમજનાર કેજરીવાલ ચૂંટણી પ્રચાર દરમિયાન અનેકવાર ભાન ભૂલીને હરીફ રાજકારણીઓ ઉપર બેફામ આક્ષેપ કરતા રહે છે. મોટેભાગે આવા આક્ષેપો બાદ એ આબાદ છટકી જાય છે, પરંતુ ઘણા સિનિયર રાજકારણીઓ કેજરીવાલની આવી આક્ષેપબાજીને ચલાવી લેતા નથી અને તેમના વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરી દેતા હોય છે. પરંતુ પોતે કરેલા આક્ષેપો કોર્ટમાં પુરવાર કરવાની ક્ષમતા નહીં ધરાવતા કેજરીવાલ લેખિત માફી માગી લેતા હોય છે.
2018 :: Public Apology by Arvind Kejriwal to Nitin Gadkari pic.twitter.com/238EX8efUF
— Rishi Bagree (@rishibagree) May 27, 2022
કેજરીવાલે આ રીતે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલી, વર્તમાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કોંગ્રેસના કપિલ સિબલ, પંજાબના શિરોમણી અકાલીદ દળના નેતા વિક્રમસિંહ મજિઠિયા, અવતારસિંહ ભદાના વગેરેની માફી માગી ચૂક્યા છે. (https://www.ndtv.com/india-news/arun-jaitley-accepts-apology-from-arvind-kejriwal-who-was-sued-for-defamation-case-1831640 )
2018 :: Arvind Kejriwal has tendered a written apology to Bikram Singh Majithia for leveling false allegations on the drug issue. pic.twitter.com/MUzBwGUlIL
— Rishi Bagree (@rishibagree) September 14, 2022
કેજરીવાલ દ્વારા આક્ષેપો કર્યા બાદ આવા શ્રેણીબદ્ધ માફીનામાને 2018માં અગ્રણી માધ્યમોએ “એપોલોજી ટુર” તરીકે પણ ઓળખાવ્યા હતા. (https://scroll.in/article/872567/now-that-he-is-on-an-apology-tour-what-happens-to-arvind-kejriwals-crusader-image )
કેજરીવાલે જ્યારે જ્યારે વિરોધી નેતાઓની માફી માગી છે ત્યારે તેમણે એક વાક્યપ્રયોગ હંમેશાં કર્યો છે કે, મેં તથ્યોની ચકાસણી કર્યા વિના કેટલાંક નિવેદન કર્યા હતાં, જેને કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે, તમને તથા તમારા પરિવાર, મિત્રો અને ચાહકોની લાગણી ઘવાઈ છે. આ બદલ હું માફી માગું છું.”
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
