ગુજરાતમાં 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી સ્કૂલમાં આવ્યા
September 15, 2022
નવી દિલ્હીઃ ગુજરાતની નિઃશુલ્ક શિક્ષણ નીતિના મીઠાં ફળ દેખાવા લાગ્યા છે. માત્ર નિઃશુલ્ક જ નહીં પરંતુ ગુણવત્તાસભર શિક્ષણને કારણે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક અહેવાલ અનુસાર ધોરણે એકથી આઠના ઓછામાં ઓછા 11.3 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર કોવિડના બે વર્ષ 2020-21 તથા 2021-22 દરમિયાન મહત્તમ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. આ બંને વર્ષ દરમિયાન અનુક્રમે 2.85 લાખ અને 3.49 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શિક્ષણ છોડી સરકારી શિક્ષણમાં આવ્યા. કોવિડ સમયે આ માટેનું કારણ આવક બંધ થવાનું જણાવવામાં આવતું હતું. પરંતુ હવે તો કોવિડ લગભગ સમાપ્ત થઇને અર્થતંત્ર પાટા પર ચઢી રહ્યું છે અને લોકોની આવક પણ શરૂ થઈ ગઈ છે ત્યારે પણ આ રિવર્સ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. તદઅનુસાર 2022-23ના શૈક્ષણિક વર્ષમાં કુલ 2.24 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં એડમિશન લીધા.
શિક્ષણ સચિવ વિનોદ રાયે આ અંગે કહ્યું કે, આવો રિવર્સ ટ્રેન્ડ પાંચ વર્ષથી શરૂ થયો છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાથી, સુવિધાઓમાં સુધારો થયો હોવાથી આવું વલણ જોવા મળી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં શૈક્ષણિક વ્યવસ્થામાં ઘણું પરિવર્તન આવ્યું છે, જેમ કે ઑનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની વધી છે, 60,000 સ્માર્ટ ક્લાસ બન્યા છે, વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કેન્દ્રીય પદ્ધતિથી દર અઠવાડિયે થઈ રહ્યું છે, દરેક વિદ્યાર્થીઓનું વિષય-વાર મૂલ્યાંકન થાય છે અને તેનાં પરિણામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એજ્યુકેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા થાય છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
