વધુ એક ખોટો દાવો, વધુ એક સ્પષ્ટતાઃ આ છે આમ આદમી પાર્ટીનો દૈનિક ક્રમ
September 15, 2022
નવી દિલ્હીઃ દર થોડા થોડા સમયે કોઈ એક દાવો કરી દેવો, અને એ બાબતે મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં વાત ફેલાવી દેવી, સાંજ સુધીમાં એ દાવો ખોટો સાબિત થાય ત્યારે મોદી સરકાર ઉપર દોષારોપણ કરી દેવું…આ દિલ્હી અને પંજાબની આમ આદમી પાર્ટી સરકારનું રૂટિન બની ગયું છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યપ્રધાન ભગવંત માને ગઇકાલે સવારે એવો દાવો કર્યો કે આંતરરાષ્ટ્રીય કાર ઉત્પાદક કંપની બીએનડબલ્યુ પંજાબમાં નવો પ્લાન્ટ શરૂ કરશે. તેમના આ નિવેદનથી ચોક્કસ પ્રકારના મીડિયા અને ચોક્કસ પ્રકારના સોશિયલ મીડિયામાં ખુશીનો માહોલ છવાઈ ગયો.
મીડિયાએ આ અંગે કશી તપાસ કે ખરાઈ કર્યા વિના ભગવંત માનના નિવેદનને ખૂબ પ્રસિદ્ધિ આપી. વાત બીએમડબલ્યુ સુધી પહોંચી અને કંપનીએ તત્કાળ ખુલાશો કરવો પડ્યો કે પંજાબમાં કોઈ નવો પ્લાન્ટ સ્થાપવાની કંપનીની કોઈ યોજના નથી. આશ્ચર્યની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય કાર ઉત્પાદક કંપનીએ આવી સ્પષ્ટતા કર્યા પછી ભગવંત માન અને તેમનો પક્ષ સદંતર ચૂપ થઈ ગયા, કોઇએ કશો પ્રતિભાવ આપ્યો નહીં.
હજુ થોડા સમય પહેલાં જ દિલ્હીમાં કેજરીવાલ સરકારે કેરળના કોઈ મુલાકાતીઓના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરીને એવો દાવો કર્યો કે, કેરળના શિક્ષણ વિભાગના અધિકારીઓ દિલ્હીના શૈક્ષણિક મોડલનો અભ્યાસ કરવા માટે આવ્યા છે. સોશિયલ મીડિયા વહેતી આ વાતોને કેટલાક ચોક્કસ મીડિયાએ પણ સાચા માની લઇને કેજરીવાલનું જૈ શૈક્ષણિક મોડલ અસ્તિત્વમાં જ નથી તેના વિશે ઓળઘોળ થઇને સમાચાર આપવાનું શરૂ કરી દીધું.
મીડિયામાં આ વાત ફેલાતા કેરળ સરકારે અને ખાસ કરીને કેરળના શિક્ષણ વિભાગે તત્કાળ સ્પષ્ટતા કરી કે કેરળના શિક્ષણ વિભાગના કોઈ અધિકારીને દિલ્હીનું કથિત મોડલ જોવા મોકલવામાં આવ્યા નથી.
કેરળના શિક્ષણપ્રધાન વી. શિવનકુટ્ટીએ જાતે નિવેદન કરીને ખુલાસો કર્યો હતો કે કેરળ શિક્ષણ વિભાગના કોઈ અધિકારીને દિલ્હી મોકલવામાં આવ્યા નથી.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
