સ્કૂલ બંધ કરવાના કેજરીવાલના નિર્ણયથી દિલ્હીમાં 300 વિદ્યાર્થીઓના ભાવિ સામે જોખમ

સ્કૂલ બંધ કરવાના કેજરીવાલના નિર્ણયથી દિલ્હીમાં 300 વિદ્યાર્થીઓના ભાવિ સામે જોખમ

નવી દિલ્હીઃ  દિલ્હીની કેજરીવાલ સરકારે એક માધ્યમિક સ્કૂલના 300 કરતાં વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકી દીધું છે. કેજરીવાલ-સિસોદિયા સરકાર દ્વારા આર.કે. પુરમની એક સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય લેવાતાં વિદ્યાર્થીઓને તેમના ભાવિની ચિંતા થવાથી હાલ તેઓ સ્કૂલની બહાર ધારણા પર બેસીને આંદોલન કરી રહ્યા છે.

શ્રેષ્ઠ શૈક્ષણિક મોડલ અને શ્રેષ્ઠ સ્કૂલોના તદ્દન પોકળ દાવા કરનાર કેજરીવાલ અને સિસોદિયા આર.કે.પુરમની સરકારી શાળાના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં જવા ફરજ પાડી રહ્યા છે. આ સ્કૂલમાં જૂના મકાનને બંધ કરીને નવું મકાન બાંધી દેવામાં આવ્યું છે અને એ પૂરું તૈયાર થઈ ગયું છે છતાં કેજરીવાલ સરકાર નવા બંધાયેલા મકાનમાં સ્કૂલ શરૂ કરવાને બદલે વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં જવા ફરજ પાડી રહી છે.

તેની સામે 300 કરતાં વધુ વિદ્યાર્થીઓ હાલ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની પરીક્ષા નજીક આવી ગઈ છે ત્યારે અન્ય સ્કૂલમાં જવાથી તેમના શિક્ષણ ઉપર અસર પડી શકે છે.

દિલ્હીમાં આંદોલન કરી રહેલા આ વિદ્યાર્થીઓમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ પણ છે અને તેઓ કેજરીવાલ સરકારથી સૌથી વધુ નારાજ છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ત્રણ મહિનામાં બોર્ડની પરીક્ષા આવશે તો અમે અલગ સ્થળે, અલગ શિક્ષકોની સાથે કેવી રીતે ભણી શકીશું.

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ પણ મીડિયાને જણાવ્યું કે, હકીકતે સ્કૂલનું જૂનું મકાન યથાવત્ જ છે, અને બાજુમાં નવું મકાન પણ બની ગયું છે. તો પછી શા માટે વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં જવા ફરજ પાડવામાં આવે છે તે સમજાતું નથી.

અમુક વાલીઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી કે, સ્કૂલના નવા મકાન અંગે કેજરીવાલ સરકારની ગણતરી કંઈક અલગ હોય એવું લાગે છે અને તેથી જ અમારા બાળકોને અહીં ભણવા દેવા નથી માગતા.

દેશ ગુજરાત