ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના જ હોદ્દેદારોને મતદાર તરીકે રજૂ કરીને ચલાવે છે ઓપિનિયન પોલનું તૂત
September 17, 2022
નવી દિલ્હીઃ ચાલાકી અને છેતરપિંડીમાં માહેર આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા કરદાતાઓની પરસેવાની કમાણીને મફતની યોજનાઓમાં આપી દેવાનાં કાવતરાં ઉપરાંત હવે એવું ચોંકાવનારું સત્ય જાણવા મળ્યું છે જે કથિત રીતે તટસ્થ લોકોને પણ વિચારવા મજબૂર કરે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિજય પટેલે થોડું સંશોધન કરીને શોધી કાઢ્યું છે કે, આમ આદમી પાર્ટી મફત મેળવવાની ઇચ્છા રાખતા લોકો અને ખાસ કરીને મુસ્લિમોને પ્રભાવિત કરવા માટે કેટલાક યૂટ્યુબ યુઝરોને ભાડે રાખ્યા છે. આ યૂટ્યૂબ યુઝરો મોટેભાગે મુસ્લિમો છે અને એ લોકો કોઈ સમાચાર ચૅનલના પ્રતિનિધિ હોય એવા લોગો બનાવીને કહેવાતા સરવે કરી રહ્યા છે.
Thread👇
1. Sorry Kejriwal,
You can't fool the people of GujaratYou have hired Muslim YouTubers and they are taking interviews with AAP politicians and volunteers
But you are later sharing this video as if these people are speaking as common Hindus, Gujaratis, or businessmen
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 17, 2022
જેમ કે એક “પબ્લિક રિએક્શન બેંક” નામે ફેસબુક યુઝર છે, તેણે નીચે ન્યૂઝ એન્ડ મીડિયા વેબસાઇટ લખ્યું છે. બીજી એક “ડેઈલી હિંદ” નામે ચૅનલ છે. ખૂબીની વાત એ છે કે આવા ફેસબુક પેજ અને ચૅનલોના સંચાલક છે તો મુસ્લિમ, પરંતુ સીધેસીધા નામ લખ્યા નથી જેને કારણે સામાન્ય માણસોને કશો ખ્યાલ ન આવે. પણ આ વાત વિજય પટેલે શોધી કાઢી છે અને તેનું માર્કિંગ પણ કર્યું છે.
આવા ફેસબુક પેજ, યૂટ્યુબ ચૅનલો ચલાવનારાઓને અગાઉ કહ્યું તેમ કેજરીવાલે ભાડે રાક્યા છે અને એ લોકો સમાચારના નામે પ્રજાની વચ્ચે જવાનો ડોળ કરે છે. આ નકલી પત્રકારો અને સરવે કરનારા લોકો હકીકતે આમ આદમી પાર્ટીના સમર્થકોને સામાન્ય પ્રજા તરીકે, સામાન્ય મતદારો તરીકે રજૂ કરવા પ્રયાસ કરે છે. આઘાતજનક એ છે કે આવા મોટાભાગના સમર્થકો છે તો મુસ્લિમ પરંતુ તેમને હિન્દુ તરીકે રજૂ કરીને એ લોકો પાસે એવાં નિવેદનો કરાવે છે જાણે ગુજરાતના હિન્દુઓ ભાજપથી નારાજ હોય.
Adding more proofshttps://t.co/MaospWlaci
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 17, 2022
વળી વધારે આશ્ચર્યજનક એ પણ છે કે, જે લોકો પબ્લિક રિકેક્શન બેંકને આપતા હોય છે એ જ લોકો કથિત ડેઈલી હિંદને પણ આપતા હોય છે. એનાથી વધારે આશ્ચર્યની વાત એ છે કે, ભાજપ સરકાર વિરોધી આવા કહેવાતા સરવે લગભગ એક જ સ્થળ ઉપર થતા હોય છે અને ત્યાં જ અલગ અલગ એંગલથી આવા બે-પાંચ લોકો કાંતો હિન્દુ બનીને અથવા મુસ્લિમ બનીને ગુજરાત સરકાર વિરુદ્ધ નિવેદન કરતા જોવા મળે છે.
મતદાર તરીકે આવા અભિપ્રાય આપતા કેટલાક લોકો તો સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે, પરંતુ કેમેરા ઉપર એ લોકો સામાન્ય નાગરિક અને સામાન્ય મતદાર બનીને ગુજરાત સરકાર વિરુદ્ધ નિવેદનો કરતા જોવા મળે છે. જેમ કે એક ફ્રેમમાં દેખાય છે કે, કપડવંજના ભરતભાઈ તલપડા આપ- પાર્ટીના કાર્યકર છે, પરંતુ તે પીઆરબીને એક નાગરિક અથવા મતદાર તરીકે અભિપ્રાય આપતા જોવા મળે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
