શું ભગવંત માનને ફ્રેન્કફર્ટ વિમાનમથકે ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા હતા? શું છે આખો વિવાદ?
September 19, 2022
ચંડીગઢઃ આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક ગંભીર વિવાદમાં સપડાયા છે. કહેવાય છે કે, ભગવંત માન જર્મનીથી પરત આવતા હતા ત્યારે લુફ્તાન્સા એરલાઇન્સની ફ્લાઇટના સ્ટાફે તેમને વિમાનમાંથી નીચે ઉતારી દીધા હતા કેમ કે માન ખૂબ જ નશાની સ્થિતિમાં હતા. તેમની આવી હાલતને પરિણામે ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી ફ્લાઇટ ચાર કલાક મોડી પડી હતી. આ ઘટના 17 સપ્ટેમ્બરની છે.
આ મુદ્દે જોકે પંજાબ સરકાર દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, મુખ્યપ્રધાને નશો કર્યો હોવાની વાત ખોટી છે. મુખ્યપ્રધાનની તબિયત બગડી હતી એટલું જ નહીં પરંતુ ભગવંત માનની 18 સપ્ટેમ્બર સુધી જર્મનીમાં રોકાવાની યોજના હતી.
અલબત્ત એ દિવસે એ જ વિમાનમાં બેઠેલા અને ફ્લાઇટ ચાર કલાક મોડી થવાને કારણે હેરાન થયેલા કેટલાક ભારતીય નાગરિકોએ ભારતમાં તેમના પરિચિતોને આ ઘટના વિશે જાણકારી આપી હતી. તેમણે ભગવંત માનની હાલત નજરે જોઈ હોવાનું પણ જણાવ્યું હતું.
અમુક સિનિયર પત્રકાર સહિત મોટી સંખ્યામાં ટ્વિટર યુઝર સતત સહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં લુફ્તાન્સા એરલાઇન્સમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા કેમ કે તેમણે અતિશય દારુ પીધેલો હતો અને પોતે જાતે ઊભા રહી શકવાની સ્થિતિમાં પણ નહોતા.
पंजाब के मुख्यमंत्री को जर्मनी में विमान से नीचे उतारा गया, पैसेंजर्स ने कहा- नशे में धुत थे भगवंत मानhttps://t.co/YHylm66FQy #BhagwantMann
— Dainik Bhaskar (@DainikBhaskar) September 19, 2022
આ તમામ ટ્વિટર યુઝર મીડિયાની પણ એ વાતે ટીકા કરી રહ્યા છે કે, ભારતના તમામ ટીવી મીડિયા આમ આદમી પાર્ટીની ચિક્કાર જાહેરખબરોના નાણાના ઉપકાર હેઠળ દબાયેલા હોવાથી કોઈ ચેનલ આ સમાચારને ચગાવતી નથી.
અમન મલ્લિક નામના એક યુઝરે લખ્યું કે, તેમના એક પરિચિત ફ્રેન્કફર્ટમાં એ જ ફ્લાઇટમાં હતા જેમાં ભગવંત માન મુસાફરી કરવાના હતા. ઘટનાને નજરે જોનાર એ પરિચિતે અમનને મેસેજ કર્યો કે, હાય ભૈયા, મેં હમણાં જ ફ્રેન્કફર્ટથી ફ્લાઇટ લીધી. ત્યાં એક રસપ્રદ બનાવ બન્યો. પંજાબના મુખ્યપ્રધાન ખૂબ દારુ પીધેલી હાલતમાં હતા અને તેમના પત્ની તથા અંગરક્ષકોની મદદ વિના ઊભા પણ રહી શકતા નહોતા. લુફ્તાન્સાના સ્ટાફે તેમને એમ કહીને વિમાનમાંથી નીચે ઉતારી દીધા કે ફ્લાઇટના નિયમ મુજબ તેમને આ હાલતમાં બેસવા દઈ શકાય નહીં.
નોંધપાત્ર છે કે, પાંચ મહિના પહેલાં ભગવંત માનને પંજાબના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરતી વખતે કેજરીવાલે જાહેરમાં એવું કહેવું પડ્યું હતું કે, ભગવંત માને હવે સોગંદ ખાઈને કહ્યું છે કે તેઓ દારુને હાથ નહીં લગાવે.
આ અહેવાલ અનુસાર પંજાબ સરકારના અધિકારીઓએ લુફ્તાન્સા એરલાઇનના અધિકારીઓને વિનંતી કરી હતી કે તેઓ મુખ્યપ્રધાનને ઉતારી ન દે કેમ કે તેમણે ભારત પરત ફરીને ઘણી અગત્યની બેઠકોમાં હાજરી આપવાની છે. પરંતુ ફ્લાઇટની સલામતીના કારણોસર લુફ્તાન્સાના અધિકારીઓએ માનને નીચે ઉતારી દીધા હતા.
દરમિયાન, પંજાબમાં આ મુદ્દે ભાજપ તેમજ અકાલી દળે પ્રશ્નો ઉઠાવ્યા છે. અકાલી દળના નેતાઓએ આમ આદમી પાર્ટી પાસે આ મુદ્દાની સ્પષ્ટતા માગી હતી. અકાલી દળના સુખબીર સિંહ બાદલે કહ્યું કે, આ અંગે અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરવી જોઇએ કેમ કે આ ઘટનાને કારણે વિદેશમાં પંજાબીઓનું ખરાબ દેખાયું છે એટલું જ નહીં પરંતુ ભારતની પણ બેઇજ્જતી થઈ છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
