ઇટાલિયાએ પંજાબ સીએમની ટવીટનું ખોટું અર્થઘટન કરતા ભાજપનો પલટવાર
September 19, 2022
કોબાઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અવારનવાર તથ્યોને ખોટી રીતે રજૂ કરતા અથવા તથ્યોથી તદ્દન વિપરિત વાત રજૂ કરતા પકડાયા છે. ઇટાલિયાએ આજે હદ જ વટાવી દીધી કે જ્યારે પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ થવાની છે તેવી તેમણે જાહેરાત કરી દીધી. વાસ્તવમાં પંજાબના મુખ્યમંત્રીએ આજે એમ જાહેર કર્યું હતું કે આ અંગે વિચારણા ચાલી રહી છે અને તે અંગે અભ્યાસ કરવા મુખ્ય સચિવને જણાવ્યુું છે.
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને એક ટ્વિટ કર્યું કે, તેમની સરકાર જૂની પેન્શન યોજના પરત લાવવા વિચારી રહી છે અને એ અંગે અભ્યાસ કરવા તેમણે મુખ્ય સચિવને જણાવ્યું છે.
જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી એક બાજુ પંજાબ ના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીયે છીયે ફિઝિબિલિટી તપાસ કરી રહ્યા છીએ બીજી બાજુ ગુજરાત નો પ્રમુખ કહે નિર્ણય કરી દીધો .ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને ૨૦૦૫ પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.😅😅😅😅 pic.twitter.com/P5kAMcCvgH
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) September 19, 2022
ગુજરાતમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ આ ટ્વિટને રિટ્વિટ કરતાં લખ્યું કે, આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રીશ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો. કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે.
તેના જવાબમાં ગુજરાત ભાજપના નેતા યજ્ઞેશ દવેએ લખ્યું કે, “જુઓ તો ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી એક બાજુ પંજાબ ના મુખ્યમંત્રી કહે છે કે અમે ops આપવા વિચારીયે છીયે ફિઝિબિલિટી તપાસ કરી રહ્યા છીએ બીજી બાજુ ગુજરાત નો પ્રમુખ કહે નિર્ણય કરી દીધો .ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને ૨૦૦૫ પહેલાના માટે અમલ શરૂ થઈ ગયો છે.”
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
