વડોદરામાં ત્રણ બ્રિજ સહિત બે મહાનગરપાલિકામાં વિકાસ કામો માટે ર૯૧ કરોડ રૂપિયા મંજૂર
September 20, 2022
— વડોદરા મહાનગરમાં આંતરમાળખાકીય વિકાસના રર૭ કામો માટે રૂ. ર૮૪.રર કરોડ
— ગાંધીનગર મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૭ કરોડ
ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની બે મહાનગર પાલિકા વડોદરા અને ગાંધીનગરમાં જન સુવિધા વિકાસના વિવિધ કામો માટે રૂ. ર૯૧.રર કરોડ મંજૂર કર્યા છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્ત અન્વયે વડોદરા મહા નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ર૦રર-ર૩ ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસના રર૭ કામો માટે રૂ. ર૮૪.રર કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને ભૌતિક આંતરમાળખાકીય વિકાસના પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટર યોજના, સ્ટ્રીટ લાઇટ, બિલ્ડીંગ પ્રોજેક્ટ વગેરે મળીને ૧૧ર કામો માટે રૂ. ર૦૮.૩૩ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સામાજિક આંતર માળખાકીય ઝોન કક્ષાના પાણી, ગટર, રસ્તા વગેરેના પણ ૧૧ર કામો માટે રૂ. ૧૭.૩૪ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરમાં અર્બન મોબિલીટી પ્રોજેક્ટ અન્વયે ૩ બ્રીજના કામો માટે રૂ. પ૮.પપ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાને પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ર૦રર-ર૩ ના વર્ષ માટે ૭ કરોડ રૂપિયા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ રૂ. ૭ કરોડની રકમ ગાંધીનગર મહાનગરમાં સમાવિષ્ટ ખોરજ, ઝૂંડાલ, અમીયાપૂર, સુઘડ, કોટેશ્વર અને ભાટ ગામની ટી.પી માં બે નવા આસ્ફાલ્ટ રોડના કામો માટે ઉપયોગમાં લેવાશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
