ફંડનો અભાવ: દિલ્હીમાં સ્કૂલ પરીક્ષા માટે પ્રતિ વિદ્યાર્થી બજેટ રૂપિયા 125થી ઘટાડી 90 કરાયું
September 20, 2022
દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલ સરકારે પરીક્ષા માટે પ્રતિ વિદ્યાર્થી ફાળવવામાં આવતા બજેટમાં ઘટાડો કર્યો છે. અત્યાર સુધી દિલ્હીની સ્કૂલોને વિદ્યાર્થીદીઠ પરીક્ષા ખર્ચ માટે રૂપિયા 125 ફાળવવામાં આવતા હતા, તેના બદલે આ રકમ હવે 35 રૂપિયા ઘટાડીને રૂપિયા 90 કરી દેવામાં આવી છે.
આ સંદર્ભમાં સરકારી સ્કૂલોના આચાર્યોને 16 સપ્ટેમ્બરે મોકલવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “શિક્ષણ ડિરેક્ટોરેટની તમામ સરકારી સ્કૂલના વડાઓને આ સાથે માહિતી આપવામાં આવે છે કે ધોરણ એકથી 12ના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2022-23ની પરીક્ષાઓ માટે પ્રતિ વિદ્યાર્થી બજેટની ફાળવણી રૂપિયા 90 કરવામાં આવે છે. ભંડોળની અછત હોવાને કારણે પ્રતિ વિદ્યાર્થી બજેટ રૂપિયા 125ને બદલે રૂપિયા 90 સુધી સીમિત રાખવામાં આવે છે.”
આ અંગે કેટલાક પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે બજેટમાં કાપ મૂકાવાથી તેમને ઘણી મુશ્કેલી પડશે. એક પ્રિન્સિપાલે કહ્યું કે, આ રીતે બજેટ ઘટાડવું જોઇએ નહીં, કેમ કે છેલ્લાં થોડાં વર્ષમાં પ્રિન્ટિંગ, કાગળ વગેરેના ખર્ચમાં વધારો થયો છે. હવે આટલા ઓછા બજેટમાં આ બધો ખર્ચ કેવી રીતે પહોંચી વળીશું એ અમારા માટે પ્રશ્ન છે.
અન્ય એક પ્રિન્સિપાલે કહ્યું કે, હવે આ સ્થિતિમાં અમારી પાસે કોઈ વિકલ્પ નથી. કદાચ અમારે ઓછા બજેટમાં કામગીરી કરવાના રસ્તા વિચારવા પડશે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
