એક વર્ષમાં રૂ. ૬,૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૭૪૦ ગુનેગારો જેલના હવાલે, એક પણને જામીન નહીં: હર્ષ સંધવી
September 22, 2022
ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંધવીએ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું નથી, પણ ગુજરાત પોલીસની સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે.
છેલ્લા એક વર્ષમાં રૂ. ૬,૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે ૭૪૦ ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યા છે. આટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે અમલમાં મૂકાયેલી ઐતિહાસિક ‘ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે એમ જણાવી મંત્રીશ્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવીને ડ્રગ્સ પકડતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કોંગ્રેસ બંધ કરે. રાજ્યના યુવા ધનના હિતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ. એટલું જ નહિ, ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. વિવિધ રાજ્યોમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર પંજાબની જેલ સુ઼ધી જાય છે.
મંત્રીશ્રીએ ગૃહને આહવાન કર્યું હતું કે, ડ્રગ્સ સામેનો આ જંગ સૌ સાથે મળીને જીતવાનો છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સનું સેવન એ ફેશન સ્ટેટસ બની ગયું છે. ગુજરાના યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
