યુવાન નરેન્દ્ર મોદીએ જ્યારે “હમારી ચેતના હૈ…” દ્વારા તેમનો આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો

યુવાન નરેન્દ્ર મોદીએ જ્યારે “હમારી ચેતના હૈ…” દ્વારા તેમનો આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો

નવી દિલ્હીઃ  યુએનમાં ફ્રાન્સના પ્રમુખ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકે છે. અમેરિકામાં પ્રમુખ બાઇડેનના સલામતી સલાહકાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતને અનુમોદન આપે છે. આ બધા કોઈ છૂટાછવાયા કિસ્સા નથી. વાસ્તવમાં 2014માં વડાપ્રધાનપદે શપથ લીધા ત્યારથી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સમુદાય ઉપર પ્રભાવ પાડવાનું શરૂ કર્યું છે. અને આ સંદર્ભમાં આજે તેમની યુવાવસ્થાની એક ડાયરીનું લખાણ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે.

આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે મોદી આર્કાઈવ નામે ટ્વિટર હેન્ડલ દ્વારા નરેન્દ્ર મોદીની એક જૂની ડાયરીના પાનામાં તેમણે વૈશ્વિક એકતા અને સંવાદિતા સંદર્ભે કરેલી નોંધ શૅર કરી છે. યુઝરે લખ્યું છે કે, નરેન્દ્ર મોદી ભાજપના યુવાન કાર્યકર હતા ત્યારે તેમની ડાયરીમાં આ નોંધ કરી હતી.

ડાયરીમાં નરેન્દ્ર મોદીના હસ્તાક્ષરમાં લખવામાં આવ્યું છે કે, હમારી ચેતના હૈ, હમારી પ્રકૃતિ હૈ, વિવિધતા મેં એકતા.

કાર્યસંસ્કૃતિ છે – ત્યેન ત્યક્તેન ભૂંજિથા.

કાર્ય શૈલી છે – સહનાવવતુ, સહનૌ ભુનક્તુ

રાષ્ટ્રીય આકાંક્ષા – રાષ્ટ્રાય સ્વાહા, ઇદમ્ રાષ્ટ્રાય ઇદમ્ ન મમ

અંગ્રેજીમાં લખ્યું છે – ગ્લોબલ વિઝન – વૈસુધૈવ કુટુંબકમ્

પરંપરા છે – ચરૈવેતિ ચરૈવેતિ.

સ્વપ્ન છે – સર્વે અપિ સુખિનઃ સન્તુ

મર્યાદા છે – ન કામયે કાજ્યમ્, ન સ્વર્ગમ્, ન પુર્નભવમ્

ઊર્જા છે – વંદે માતરમ્

પ્રાણશક્તિ છે – હજારો વર્ષની પરંપરા.

દેશ ગુજરાત