આમ આદમી પાર્ટીના દેવગઢબારિયાના ઉમેદવાર ઉપર પાસા સહિત 24 ફોજદારી કેસ

આમ આદમી પાર્ટીના દેવગઢબારિયાના ઉમેદવાર ઉપર પાસા સહિત 24 ફોજદારી કેસ

દેવગઢબારિયાઃ   કટ્ટર ઈમાનદારીના સૂત્ર સાથે પ્રચાર કરનાર આમ આદમી પાર્ટીના વધુ એક ઉમેદવાર સંખ્યાબંધ ફોજદારી કેસોનો સામનો કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં હજુ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પણ નથી થઈ પરંતુ ઘણા સમય પહેલાં જ કેટલાક ઉમેદવારોના નામ આપ- પાર્ટીએ જાહેર કરી દીધા છે. તે પૈકી દેવગઢબારિયાના ઉમેદવાર ભારતસિંહ વાખળા ઉપર બે-પાંચ નહીં પરંતુ પૂરા 24 કેસ ચાલી રહ્યા છે અને તેમાં સૌથી ગંભીર કહેવાય એવો પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (પાસા)નો કેસ પણ છે.

ભારતસિંહ વાખળા મૂળ કોંગ્રેસ પક્ષમાં હતા પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થતાં તેઓ તેમાં જોડાઈ ગયા અને આપ- પાર્ટીએ પણ તેમને તરત જ ઉમેદવાર જાહેર કરી દીધા. ભારતસિંહ વાખળા હજુ યુવાન છે પરંતુ તેમના ઉપર અસામાજિક પ્રવૃત્તિ નિવારણ કાયદા સહિત કેસો દાખલ થયા છે.

ભારતસિંહ વિરુદ્ધ 2017 સુધીના ફોજદારી કેસોની માહિતી તો તેમણે ચૂંટણીપંચમાં ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં જ ઉપલબ્ધ છે, જેની વિગતો નેશનલ ઇલેક્શન વૉચ નામની વેબસાઇટ પર (https://myneta.info/gujarat2017/candidate.php?candidate_id=5172  ) જોઈ શકાય છે. વાખળાએ પોતે અગાઉની વિધાનસભા ચૂંટણી સમયે દાખલ કરેલા સોગંદનામાં અનુસાર તેમની વિરુદ્ધ અપહરણ, ખંડણી, હત્યાનો પ્રયાસ, સામુહિક હિંસામાં સામેલગીરી જેવા કેસ થયેલા છે.

તે ઉપરાંત તેમના ઉપર પાસા સહિત દાખલ થયેલા કેસો અંગે ગુજરાતની અગ્રણી સમાચાર ચૅનલ ગુજરાત ફર્સ્ટ (https://www.youtube.com/watch?v=7HyBcYtsN5o ) ઉપર ઉપલબ્ધ છે.

અહીં નોંધપાત્ર વાત એ પણ છે કે, આમ આદમી પાર્ટી પરિવર્તન લાવવાનો પ્રચાર કરે છે, શિક્ષણનો પ્રચાર કરે છે, મહિલા સુરક્ષાનો પ્રચાર કરે છે, પરંતુ અત્યાર સુધી પક્ષે જાહેર કરેલા ઉમેદવારોની કુંડળી એકપછી એક ખૂલતાં પક્ષના તમામ દાવા બોદા સાબિત થઈ રહ્યા છે. ગુજરાતી સમાચાર ચૅનલના અહેવાલ અનુસાર ભારતસિંહ વિરુદ્ધ પ્રોહિબિશન (દારૂબંદી)નો કેસ પણ થયેલો છે. હજુ બે દિવસ પહેલાં જ સૌરાષ્ટ્રના આપ- પાર્ટીના જાહેર થયેલા એક ઉમેદવારને ભરી સભામાં એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે આખી દુનિયામાં એક માત્ર ગુજરાતને છોડીને બધા જ દારૂ પીવાની છૂટ છે એટલે દારુ ખરાબ વસ્તુ નથી!

દેશ ગુજરાત