કેનેડામાં મંદિરો પછી હવે ભારતીય નાગરિકો ઉપર હુમલાનું જોખમઃ વિદેશ મંત્રાલયની વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવવા સૂચના

કેનેડામાં મંદિરો પછી હવે ભારતીય નાગરિકો ઉપર હુમલાનું જોખમઃ વિદેશ મંત્રાલયની વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવવા સૂચના

નવી દિલ્હીઃ   કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉપર હુમલા થઈ શકે છે અને તેની સામે મહત્તમ સાવધાની રાખવા વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. આ અગાઉ જાન્યુઆરી 2022થી હજુ આજદિન સુધી કેનેડાના વિવિધ પ્રાંતમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ સતત ચાલુ છે ત્યારે હવે ભારતીય વિદ્યાર્થીઓને નાગરિકોને પણ વ્યક્તિગત રીતે સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે આ ઉપરાંત કેનેડા જવા માગતા અને કેનેડા જઈ રહેલા ભારતીયોને પણ સાવધાન રહેવા સૂચના આપી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી એડવાઈઝરીમાં કેનેડાસ્થિત ભારતીય વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને ઉપરાંત કેનેડા જઈ રહેલા ભારતીય નાગરિકોને ભારતીય હાઇકમિશન અથવા કોન્સ્યુલેટના સંપર્કમાં રહેવા જણાવવામાં આવ્યું છે.

ભારત સરકારે કેનેડાસ્થિત ભારતીય નાગરિકોને સમયસર મદદ પહોંચાડી શકાય તે હેતુથી ભારત સરકારની વેબસાઈટ (madad.gov.in) https://madad.gov.in/AppConsular/welcomeLink ઉપર પોતાની વિગતો રજિસ્ટર કરાવી રાખવા પણ સૂચના આપી છે.

કેનેડામાં આ વર્ષની શરૂઆતથી જ એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અનેક વખત અલગ અલગ પ્રાંતમાં હિન્દુ મંદિરો ઉપર હુમલા થયા છે, ત્યાં ચોરી અને તોડફોડ થઈ છે. (https://www.hindustantimes.com/world-news/canada-priests-devotees-scared-as-temples-vandalised-burgled-in-toronto-area-101644133115591.html ) આ કારણે મંદિરોમાં સેવા-પૂજા કરતા પૂજારીઓ પણ વહેલી પરોઢે જઇને મંદિર ખોલતા ડરી રહ્યા છે. આ અંગે ભારત સરકાર દ્વારા કેનેડાની ટ્રુડેઉ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં હજુ મંદિરો પરના હુમલા બંધ થયા નથી. અહેવાલો મુજબ મંદિરો પરના અમુક હુમલામાં કેનેડાસ્થિત ખાલિસ્તાની પરિબળો પણ જવાબદાર હતા. (https://hindupost.in/dharma-religion/continuous-attacks-on-temples-in-canada-6-incidents-of-theft-and-vandalism-in-10-days-hindus-in-shock/ ) આ ઉપરાંત અન્ય એક અહેવાલ મુજબ મંદિરો અને પૂજારીઓ પરના હુમલા પૂર્વ આયોજિત હતા. આવા મોટાભાગના હુમલા મધ્યરાત્રિએ બે વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે થતા રહે છે. (https://www.opindia.com/2022/02/hindu-temples-vandalised-in-canada-amidst-the-ongoing-truckers-protest/ )

દેશ ગુજરાત