આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો
September 23, 2022
હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર અપાશે
PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરાઈ
સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ સહિતના તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા નિર્ણયો અંતર્ગત ઠરાવો આગામી ત્રણ દિવસમાં થઈ જશે
ગાંધીનગરઃ હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. છેલ્લા ૪૨ દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી આવતીકાલથી જ ફરજ પર હાજર થઈ જવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળના સભ્યોશ્રીની રચાયેલી કમિટીના સભ્યોએ આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા ૧૫ જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
