અર્બન નક્સલો આજે પણ સક્રિય છે, અમુક રાજકીય પક્ષોનું સમર્થન પણ મેળવે છેઃ વડાપ્રધાન મોદી
September 23, 2022
નવી દિલ્હીઃ અર્બન નક્સલો હંમેશાં દેશની પ્રગતિના વિરોધી રહ્યા છે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, આ અર્બન નક્સલો હજુ પણ શાંત બેઠા નથી. હજુ પણ જૂઠની રમત રમી રહ્યા છે. તેમના જૂઠાણાં પકડાઈ ગયાં છે છતાં તેનો પણ સ્વીકાર કરવા તૈયાર નથી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક એકતાનગર ખાતે યોજાઈ રહેલી રાજ્યોના પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય કૉન્ફરન્સને વીડિયો કોન્ફરન્સિંગ મારફત સંબોધી રહ્યા હતા.
PM also said that such people (the urban naxals who obstruct infra projects) also get political support and they also influence the World Bank and higher judiciary pic.twitter.com/B06JpPZ2kl
— DeshGujarat (@DeshGujarat) September 23, 2022
પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે, તમે જે જગ્યાએ બેઠા છો તે એકતાનગર આપણી આંખો ખોલી નાખે એવું ઉદાહરણ છે. અર્બન નક્સલીઓએ, વિકાસ વિરોધીઓએ કેવી રીતે આટલી મોટી યોજનાને, સરદાર સરોવર યોજનાને કેવી રીતે અટકાવી રાખી હતી. પર્યાવરણ પ્રધાનોને સંબોધતા તેમણે કહ્યું કે, તમને આશ્ચર્ય થશે કે એ યોજનાનો શિલાન્યાસ સ્વતંત્રતા પછી તરત પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યો હતો. આ યોજનામાં સરદાર વલ્લભભાઈ પટેલે ઘણી મોટી ભૂમિકા નિભાવી હતી. અને છતાં પર્યાવરણના નામે તમામ અર્બન નક્સલો મેદાનમાં આવી ગયા હતા, દુનિયાના બીજા લોકો આવી ગયા, અપપ્રચાર કર્યો. આ યોજના પર્યાવરણ વિરોધી છે એવું અભિયાન ચલાવ્યું અને વારંવાર તેનું કામ અટકાવવામાં આવ્યું. જે કામની શરૂઆત નહેરુજીએ કરી હતી એ કામ પૂરું થયું મારા આવ્યા પછી. દેશના કેટલા નાણા બરબાદ થઈ ગયા વિચારો. અને આજે એ જ એકતાનગર પર્યાવરણનું તીર્થક્ષેત્ર બની ગયું છે. વિચારો કેટલું જૂઠાણું ચલાવ્યું હતું. આ અર્બન નક્સલો આજે પણ ચૂપ નથી. આજે પણ રમત રમી રહ્યા છે.
शहरी नक्सल को समर्थन देने वाली AAP पार्टी pic.twitter.com/rDDJCQEBy7
— Social Tamasha (@SocialTamasha) September 23, 2022
આવા લોકોને અમુક રાજકીય પક્ષોનું સમર્થન પણ મળી જાય છે. કેટલાક ફાઉન્ડેશન પણ આવા વિષયો પકડીને હોબાળો મચાવી દે છે અને આ અમારા અર્બન નક્સલો તેને માથે લઈને નાચતા રહે છે, પરિણામે આપણે ત્યાં કામો રોકાઈ જાય છે. પર્યાવરણની સુરક્ષાની બાબતમાં કોઈ સમાધાન નહીં કરીને પણ સંતુલિત રીતે વિચાર કરીને આપણે આવા લોકોનાં કાવતરાંને, જેઓ વિશ્વબેંકને પ્રભાવિત કરે છે, જેઓ ન્યાયતંત્રને પણ પ્રભાવિત કરી દે એટલો અપપ્રચાર કરે છે, પરિણામે કામો અટકી જાય છે. મને લાગે છે કે આ તમામ બાબતોમાં આપણે હોલિસ્ટિક અભિગમ અપનાવીને આગળ વધવું જોઇએ.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
