સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં દુનિયાના આઠ નેતાઓએ ભારતનો ઉલ્લેખ કર્યો
September 24, 2022
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની આ વખતની બેઠક ભારત માટે નોંધપાત્ર બની રહી છે. વિશ્વના આઠ દેશોના વડાઓએ તેમનાં પ્રવચનમાં ભારતનો ઉલ્લેખ કર્યો છે. અલબત્ત, તુર્કી અને પાકિસ્તાને નકારાત્મક સંદર્ભમાં ભારતનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેની સામે અન્ય દેશોએ હકારાત્મક રીતે ભારતની ભૂમિકાનું વર્ણન કર્યું.
ફ્રાન્સના પ્રમુખ એમ્માનુલ મેક્રોએ રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં ભારતનો ઉલ્લેખ કર્યો હતો. 21મી સપ્ટેમ્બરે યુએન સામાન્ય સભાને સંબોધતા મેક્રોએ વિશ્વશાંતિ માટેના પ્રયાસોના સંદર્ભમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના વખાણ કર્યા હતા. (https://deshgujarat.com/2022/09/21/french-president-mentions-pm-modi-in-unga-speech/ )
જ્યારે હાલ યુદ્ધથી ઘેલાયેલા યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ યુએનની સામાન્ય સભાને સંબોધતા યુએનમાં સુધારાની વાત ઉપર ભાર મૂક્યો હતો અને એ સંદર્ભમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. યાદ રહે, રશિયન આક્રમણ શરૂ થયું ત્યારબાદ પણ ઝેલેન્સ્કીએ નિવેદન કર્યું હતું કે, યુદ્ધ રોકવામાં એકમાત્ર ભારત નિર્ણયાત્મક ભૂમિકા ભજવી શકે તેમ છે. તે સમયે યુક્રેનના પ્રમુખે આવું નિવેદન કરવાનું કારણ એ હતું કે, તેમણે યુરોપ સહિત અનેક દેશોને યુદ્ધ રોકવા રશિયા ઉપર દબાણ કરવા અપીલ કરી હતી પરંતુ ઝેલેન્સ્કીને ખ્યાલ આવી ગયો હતો કે રશિયા ઉપર વિશ્વના કોઈ દેશ દબાણ કરી શકે તેમ નથી. એક ચીન એવું કરી શકે પરંતુ હાલના યુદ્ધમાં ચીન રશિયાને તરફેણમાં છે અને તેથી યુક્રેની પ્રમુખે કહ્યું હતું કે, હવે માત્ર નરેન્દ્ર મોદી જ મધ્યસ્થી કરીને રશિયાને હુમલા કરતાં અટકાવી શકે તેમ છે.
ફ્રાન્સ અને યુક્રેન ઉપરાંત આ વખતે જર્મન ચાન્સેલર ઓલેફ સચોલ્ઝે પણ યુએન સામાન્ય સભામાં તેમના પ્રવચનમાં જી-7 દેશોના સંદર્ભમાં ભારતનો ઉલ્લેખ કર્યો હતો.
પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિઓ કોસ્ટાએ યુએનએસસી-નો વિસ્તાર કરીને તેમાં ભારતના કાયમી સભ્યપદની તરફેણ કરી હતી. તો યુકેના નવા વડાપ્રધાન ટ્રસે ભારત જેવા લોકશાહી દેશો સાથે સંબંધો મજબૂત બનાવવાની વાત તેમના યુએન ખાતને પ્રવચનમાં કરી હતી.
આ દેશોને બાદ કરતાં ગુયાનાના પ્રમુખે વર્તમાન સંજોગોમાં ભારત તરફથી લાદવામાં આવેલી નિકાસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, તેને પરિમામે તેમના દેશમાં અન્નના ભાવો ઉપર અસર પડી રહી છે.
તો તુર્કી અને પાકિસ્તાનનું વલણ તો દુનિયા જાણે છે. આ બંને દેશના નેતાઓએ યુએન સામાન્ય સભામાં પોતપોતાના વક્તવ્યમાં હંમેશ મુજબ કાશ્મીરનો રાગ શરૂ કર્યો હતો અને તેમાં ભારતને દોષિત ઠેરવવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
