સેન્ટ્રલ વિસ્ટા વિશે ફેક ન્યૂઝ ફેલાવનાર પત્રકારને થોડી મિનિટમાં જ જવાબ મળી ગયો
September 24, 2022
નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના ભાગરૂપ નવ નિર્મિત કર્તવ્ય પથ વિશે આજે એક સિનિયર પત્રકાર રાજદીપ સરદેસાઈએ ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જાગ્રત સરકાર તેમજ જાગ્રત નાગરિકોએ આવા પ્રયાસને તત્કાળ પકડી પાડીને જવાબ આપ્યો હતો.
દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલું છે. આ તકનો ગેરલાભ લઇને રજદીપ સરદેસાઈએ કાલે સાંજે ટ્વિટ કર્યું હતું કે, વિસ્ટા (દ્રશ્ય) બદલાઈ શકે પરંતુ પાણીનો ભરાવો થવાની સ્થિતિ ન બદલાઈ શકે. દિલ્હીમાં ભારે વરસાદ પછી સેન્ટ્રલ વિસ્ટાનું દ્રશ્ય. રાજદીપે આ સાથે પાણીનો ભરાવો થયાના ત્રણ ફોટા પણ શૅર કર્યા હતા, પરંતુ તેમાંનો એક ફોટો સ્પષ્ટપણે કામગીરી ચાલુ હોવાનો દેખાઈ આવતો હતો.
રાજદીપના આ પ્રયાસને ઋષિ બાગરી નામના યુઝરે ગઈકાલે સાંજે જ પકડી પાડ્યો હતો અને સેન્ટ્રલ વિસ્ટાના ચાર ફોટા શૅર કર્યા અને લખ્યું કે, આ આજના ફોટા છે. તમે (રાજદીપે) જે ફોટા ટ્વિટ કર્યા તે બાંધકામ સમયના છે.
Tweet Deleted 🔥👍 pic.twitter.com/o5pvqOhGDU
— Rishi Bagree (@rishibagree) September 23, 2022
આ સમગ્ર ઘટનાક્રમને પોતાના ફેસબુક પેજ ઉપર પણ શૅર કરતા ઋષિ બાગરીએ લખ્યું કે, “રાજદીપ સરદેસાઈના જૂઠનો પર્દાફાશ કરવામાં આવતા તેણે ટ્વિટ તો ડીલીટ કરી દીધું છે. આ લોકો કેટલી સરળતાથી ખોટું બોલીને એજન્ડા ચલાવે છે. વિચાર કરો સોશિયલ મીડિયા નહોતું ત્યારે કેવી સ્થિતિ હશે.”
કેન્દ્રીય શહેરી વિકાસપ્રધાન હરદીપસિંહ પુરીએ પણ આજે સવારે આ બાબતને ગંભીરતાથી લઇને રાજદીપ સરદેસાઈનું નામ લીધા પ્રહાર કર્યો હતો. પુરીએ કર્તવ્યપથના વીડિયો તેમજ ફોટા શૅર કરીને લખ્યું કે, ગોબેલ્સ માનતો હતો કે વારંવાર ખોટું બોલવાથી અને એ ખોટું એક હજાર વખત દોહરાવવાથી તે સાચું બની જાય. ફેક ન્યૂઝ ફેલાવનાર એક પત્રકારને પોતાની વિશ્વસનીયતા ઉપર થતા પ્રહારની ચિંતા નથી! કર્તવ્યપથનો આ વીડિયો આજે સવારે (24-9-22) 6.30 વાગ્યાનો છે, તેમાં તેમને (રાજદીપને) પોતાના જૂઠનો જવાબ મળી જશે.
Goebbels believed that a lie told once remains a lie but a lie told a thousand times becomes the truth.
Since damage to credibility does not appear to worry the journalist who creates fake narratives, here are some date stamped videos of #KartavyaPath taken around 6.30am today. pic.twitter.com/GkMZTlyDUX
— Hardeep Singh Puri (@HardeepSPuri) September 24, 2022
બીજા ટ્વિટમાં પુરીએ ફોટા શૅર કરતા લખ્યું કે, ત્યારબાદ સવારે લગભગ 10.30 વાગ્યાના ફોટો શૅર કરી રહ્યો છું. આમ તો આ લોકો (ફેક ન્યૂઝ ફેલાવનાર લોકો) જાતે કર્તવ્યપથ પર જઇને પોતાની નજરે બધું જોઈ શકે છે.
More recent photos taken a short while ago are also here for their benefit.
These people can also visit #KaryavyaPath & see for themselves.
This is much like the rumours around jamun trees, picnics & ice creams which they persisted with during the construction of the avenue. pic.twitter.com/USpJOMR5sy— Hardeep Singh Puri (@HardeepSPuri) September 24, 2022
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
