PFI ઉપરાંત તેના અન્ય પેટા સંગઠનો ઉપર પણ પ્રતિબંધ
September 28, 2022
નવી દિલ્હીઃ ભારત સરકારે પીએફઆઈ ઉપરાંત તેના અન્ય પેટા સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.
ભારત સરકારે બુધવારે વહેલી સવારે અંતિમવાદી સંગઠન પીએફઆઈ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. હાલ આ પ્રતિબંધ પાંચ વર્ષ માટે મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક વટહુકમ દ્વારા આ પ્રતિબંધ મૂક્યો હતો.
સમાચાર માધ્યમોમાં પ્રારંભમાં માત્ર પીએફઆઈ ઉપર પ્રતિબંધના સમાચાર આવતાં ભાજપના નેતા અમિત માલવિયએ ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે, પીએફઆઈ ઉપરાંત જે સંગઠનોને સરકારે પ્રતિબંધિત કર્યાં છે તેમાં – ઑલ ઈન્ડિયા ઇમામ્સ કાઉન્સિલ, કૅમ્પસ ફ્રન્ટ ઑફ ઈન્ડિયા, રેહબ ઈન્ડિયા ફાઉન્ડેશન, નેશનલ કૉન્ફરન્સ ઑફ હ્યુમન રાઇટ્સ ઓઆરજી, નેશનલ વીમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેસન તથા રેહબ ફાઉન્ડેશન, કેરળનો સમાવેશ થાય છે.
તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, વિરોધપક્ષો માટે રોદણાં રડવાના ઘણા બધા મુદ્દા છે.
અંતિમવાદી સંગઠન પીએફઆઈ વિરુદ્ધ બે તબક્કામાં દેશવ્યાપી દરોડા પડ્યા બાદ કેન્દ્ર સરકારે સંગઠનને છેવટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો હતો.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
