૩૬મી નેશનલ ગેમ્સઃ કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે આજથી લૉન બોલ્સ ગેમ્સનો પ્રારંભ
September 28, 2022
— કોમનવેલ્થમાં ઇતિહાસ રચ્યા બાદ દેશના ખ્યાતિપ્રાપ્ત ખેલાડીઓ ઊતરશે મેદાનમાં
ગાંધીનગરઃ ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદના કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે આજથી લૉન બોલ્સ ગેમ્સનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતીય મહિલા ટીમે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં લૉન બોલ્સ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યા બાદ લોકોનો લૉન બોલ્સ ગેમ્સમાં રસ વધ્યો છે ત્યારે બુધવારે શરૂ થનારી લૉન બોલ્સ ગેમ્સમાં દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓની રમત માણવાલાયક બનશે. આ ગેમ્સના નિયમો અને ઇતિહાસ વિશે વિગતે જાણીએ.
કોમનવેલ્થ ગેમ્સના પ્રારંભથી જ એટલે કે વર્ષ ૧૯૩૦થી લૉન બોલ્સ ગેમ્સનો તેમાં સમાવેશ કરાયો. ભારત કોમનવેલ્થમાં આ ગેમ રમતું આવ્યું છે. જેમાં ભારતની ટીમે વર્ષ ૨૦૨૨ અગાઉ વર્ષ ૨૦૧૦, ૨૦૧૪ અને ૨૦૧૮માં ભાગ લીધો છે.
— જાણો લૉન બોલ્સ ગેમ્સનો પ્રારંભ, નિયમો વિશે રસપ્રદ માહિતી
લૉન બોલ્સ ગેમ્સ કેવી રીતે રમાય છે તે વિશે જાણીએ. લૉન બોલ્સ ગેમ્સ સિંગલ્સ, ડબલ્સ, ત્રણ અને ચાર સ્પર્ધકોની ટીમ સાથે રમી શકાય છે. જેમાં મુખ્યત્વે સ્પર્ધકે-ટીમે જેકની નજીકમાં નજીક દડાને પહોંચતો કરવાનો હોય છે. આ જેક એટલે મુખ્ય ટાર્ગેટ. જે ટીમ બોલને જેકની જેટલી નજીક પહોંચાડવામાં સફળ બને છે. તેને એટલા વધારે પોઇન્ટ મળે છે અને તે વિજેતા બને છે. મેટ ઉપર ઊભા રહી બોલર જેક તરફ બોલને મોકલે છે. જેક ક્યાં હોય છે તે નક્કી હોતું નથી. તે ખેલાડી ઉપર નિર્ભર હોય છે કે તેને કેટલે દૂર સુધી મોકલી શકે છે. જો તે મેદાનની બહાર જતો રહે તો બોલ પાછો લાવવામાં આવે છે. આ રમત બન્ને ફોર્મેટ એટલે કે સિંગલ્સ અને ટીમમાં રમી શકાય છે. ટોસ જીતનારી ટીમે પહેલા જેક બોલને રોલ કરવાનો હોય છે. હવે બોલ જ્યાં અટકે છે, પછી ત્યાં જ બોલને ગગડવામાં આવે છે.
રસપ્રદ વાત તો એ છે કે આ બોલ પણ સપ્રમાણ વજન દરેક તરફથી નથી હોતો. તેની એક તરફ વધુ વજન હોય છે. જેથી તે વળાંકવાળા રસ્તે આગળ ધપી શકે. ખેલાડીએ એક મેટ ઉપર ઊભા રહી બોલને ગગડાવાનો હોય છે. આ માટેની ચાર ઇવેન્ટમાં દરેક ટીમ મેમ્બરને દરેક રાઉન્ડ માટે બે વખત વારો મળે છે.
કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે આજે તા. ૨૮ સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. જ્યારે આગામી તા. ૫ ઓક્ટોબરે વિવિધ ટીમ તેમજ સિંગલ્સ વચ્ચે ફાઇનલ રમાશે.
અહીં યોજાનારી રમતના નિયમો જોઈએ તો સિંગલ્સમાં ૨૧ પોઈન્ટ પ્રથમ કરનાર વિજેતા બનશે. જ્યારે પેર્સ એટલે કે ડબલ્સ તેમજ ત્રણ ખેલાડીની ટીમમાં ૧૮ એન્ડસ કે વધુ પોઇન્ટ કરનારા તેમજ ચાર ખેલાડીની ટીમમાં ૧૫ એન્ડસ કે વધુ પોઇન્ટ્સ કરનાર વિજેતા બનશે. સેમી ફાઇનલ તેમજ ફાઇનલમાં ઇવેન્ટ મુજબ વિજેતા નકકી થશે.
— ત્રણ સેશનમાં વિવિધ રાજ્યો વચ્ચે ૨૪ મેચ યોજાશે
અમદાવાદના કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે આવતીકાલે ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત લૉન બોલ્સ ગેમ્સનો પ્રારંભ થશે.
જે અંતર્ગત સવારે ૮.૪૫ વાગ્યે શરૂ થનારા પ્રથમ સેશન સહિત કુલ ત્રણ સેશન્સમાં ૨૪ જેટલી મેચ યોજાશે. જેમાં પ્રથમ સેશનમાં મેન પેર્સ, વુમન સિંગલ્સ બીજા સેશનમાં મેન ટ્રિપલ, વુમન ફોર જ્યારે ત્રીજા સેશનમાં મેન પેર્સ, વુમન સિંગલ્સની ઈવેન્ટ યોજાશે. જેમાં આસામ,મણિપુર, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઓડિશા, બિહાર, સહિતનાં રાજ્યોની ટીમો ભાગ લેશે. દરેક સેશન ત્રણ કલાકનું રહેશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
