અમદાવાદની બે હોસ્પિટલના નવીનીકરણ સહિત કુલ રૂા. ૫૦૯ કરોડથી વધુનાં કામોને મંજુરી
September 29, 2022
અમદાવાદઃ સ્ટેન્ડિંગ કમિટીની ગુરુવારે મળેલી બેઠકમાં એસ્ટેટ, પ્લાનિંગ, પબ્લિસિટી, ઈ-ગવર્નન્સ, સ્કુલબોર્ડ વિભાગ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.
અ.મ્યુ. કોર્પો. સંચાલિત મ્યુનિસિપલ કોમ્યુનીટી હોલ કીટી પાર્ટી, સિનિયર સિટીઝન મંડળ મિટીંગ, પેન્શનરોની મિટીંગ, બર્થડે પાર્ટી, ધાર્મિક પ્રસંગો, સામાજીક સમારંભ માટે સવારે ૮ થી બપોરે ૨ કલાક અને સાંજે ૪ થી રાત્રે ૧૦ કલાક સુધી એમ કુલ-૨ શિફ્ટમાં મર્યાદિત સમય માટે પ્રવર્તમાન ભાડાના ૫૦% દરથી ભાડે આપવાના કામને મંજુરી આપવામાં આવી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્ર ચોક ખાતે થનાર મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૨ દરમ્યાન ઝોન દીઠ પ્રથમ વિજેતા થનાર સોસાયટી/સંસ્થાને રૂ. ૩૧,૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂ. ૨૧,૦૦૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૧૧,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ આપવા તથા ઝોન દિઠ પ્રથમ વિજેતા સોસાયટી/સંસ્થા વચ્ચે ભદ્ર ચોક ખાતે ગરબા સ્પર્ધાનું આયોજન કરી તેમાં પ્રથમ વિજેતા સોસાયટી/સંસ્થાને વધારાનું રૂ. ૫૧,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ આપવાના કામને મંજુરી આપવામાં આવી.
વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં કામો પૈકી ઉત્તર, મધ્ય, પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં જુદા જુદા ટી.પી. રોડ પર તેમજ જુદી જુદી અન્ય જરૂરી જગ્યાએ સ્ટ્રોમ વોટર / ડ્રેનેજ લાઇન નાંખવા / અપગ્રેડેશન કરવા તથા નવી કેચપીટ બનાવવા, મશીનહોલ ઉપરના બ્રેક ડાઉન રીપેર કરવા, ડ્રેનેજ / સ્ટ્રોમ વોટર લાઇનને સી.સી.ટી.વી. મેથડથી ડીસીલ્ટીંગ કરવા, પાણીના ટેન્કર સપ્લાય કરવા, નવી પાણીની લાઈન નાંખવી, ૬ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની ઓપરેશન, મેઇન્ટેનન્સ અને કોમ્પ્રીહેન્સીવ રીપેરીંગની કામગીરી, એસ.ટી.પી. ખાતા દ્વારા જુદા જુદા સુએજ પંપીંગ સ્ટેશનમાં જુદી જુદી કેપેસીટીના સબમર્સીબલ પમ્પો, કેબલ તથા જરૂરી તમામ ઈલેક્ટ્રિકલ અને મીકેનીકલ એસેસરીઝ ખરીદ કરવા, નવાવાડજ વોર્ડમાં આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અપગ્રેડેશનું કામ, સુએજ પંપીંગ સ્ટેશનો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તથા સ્ટ્રોર્મ વોટર પંપીંગ સ્ટેશનના (SCADA) સીસ્ટમના ત્રણ વર્ષના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન-મેઈન્ટેનન્સની કામગીરી કરાવવા સહિત કુલ રૂા. ૨૦૮૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
ઉપરાંત, એસ.ટી.પી. ખાતા હસ્તકના ૬૦ એમ.એલ.ડી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઈલેક્ટ્રીકલ-મીકેનીકલ ઈક્વીપમેન્ટ્સ સહિતની રેટ્રોફીટીંગની એસ.આઈ.ટી.સી.ની કામગીરી કરાવવા માટે રૂા. ૫૪૫ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી તેમજ દક્ષિણઝોનના બહેરામપુરા વોર્ડમાં કોઝી હોટલની પાછળના ભાગમાં નવું સમ્પ ટાઇપ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવવા માટે રૂા. ૨૩૩ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.
પરકોલેટીંગ વેલ યોજના હેઠળ રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, બહુમાળી મકાનની સોસાયટી/ એપાર્ટમેન્ટ સહિતના સંપૂર્ણ રહેણાંક વિસ્તારમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રીચાર્જ કરી શકાય તે માટે પરકોલેટીંગ વેલ બનાવવા કુલ ખર્ચના ૮૦% અ.મ્યુ. કોર્પોરેશન ભોગવે તથા ૨૦% સોસાયટી દ્વારા લોકફાળો આપવામાં આવે તે પોલીસી અંતર્ગત એમ. પેનલના કામને મંજુરી આપવામાં આવી.
રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી શેઠ એલ.જી. હોસ્પિટલ કેમ્પસમાં આવેલ જુની બે માળની બિલ્ડીંગનો અમુક ભાગ ડિમોલીશ કરી નવીન મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવા માટે કુલ રૂા. ૧૬૪૪૬ લાખ તેમજ શ્રીમતી શારદાબેન ચીમનલાલ લાલભાઇ હોસ્પિટલ હયાત કેમ્પસના બદલે અશોકમીલ કમ્પાઉન્ડમાં નવી શ્રીમતી શા.ચી.લા. હોસ્પિટલ બનાવવા માટે કુલ રૂા. ૧૭૮૨૬ લાખના કામોને મંજુરી આપવામાં આવી.
ઉત્તર, દક્ષિણ પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડોમાં આર.સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાડવા, મ્યુ. બિલ્ડીંગોમાં જરુરી રીપેરીંગ/રીનોવેશન મેઇન્ટેનન્સ કરવા, સોસાયટી તથા ચાલીમાં નાકે દિશાસુચક એમ.એસ.ના બોર્ડ બનાવવા તથા લગાવવા, જુદા જુદા રસ્તાઓ રીગ્રેડ કરી, મીલીંગ કરી તેના ઉપર હેન્ડલેઇંગ અથવા પેવરથી પેચવર્ક કરી રીસરફેસ કરવા, પ્રી ફેબ/પ્રી કાસ્ટ આંગણવાડીની જગ્યાએ બ્રીક મેસનરી આંગણવાડી બનાવવા, રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાના કામના પ્લોટમાં રેઇન વોટર રીચાર્જીંગ સીસ્ટમ અંતર્ગત પરકોલેટીંગ વેલ બનાવવા, ઉત્તર ઝોન ઝોનલ ઓફિસમાં રીનોવેશન / રીપેરીંગ કામ કરવા, ફૂટપાથ બનાવવા/રીપેર કરવા, ટ્રાફિક આઈલેન્ડનું નવીનીકરણ કરવા, સેન્ટ્રલ વર્જ નવીનીકરણ કરી ડેવલપ કરવા માટે કુલ
રૂા. ૧૧,૧૯૧ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
અ.મ્યુ.કો. હસ્તકના જુદા જુદા સ્થળો/જગ્યાઓ માટે કુલ ૩૦૦૦ કિ.વો. (૩ મે.વો.) ની ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર સીસ્ટમના DSITC સાથે ૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ O & M સાથે રીમોટ મોનીટરીંગ સીસ્ટમની કામગીરી માટે કુલ રૂા. ૧૮૯૧ લાખના કામને મંજુરી આપવામાં આવી.
દક્ષિણ-પશ્ચિમઝોનના વેજલપુર વોર્ડમાં ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ૮૩, એફ.પી. નં. ૯૬ માં નવું અર્બન હેલ્થ સેન્ટર, ડાયાલીસીસ સેન્ટર અને ફીજીયોથેરાપી સેન્ટર બનાવવા માટે રૂા. ૭૨૭ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.
તાકીદના કામો તરીકે રજૂ થયેલ કેબલ ટીવી કનેક્શન ઉપર મનોરંજન કરની બાકી રકમ ઉપર લેવાતા વ્યાજમાં પણ તા. ૨૧-૧૦-૨૦૨૨ સુધી મુદ્દલ સહિત પૂરેપૂરી રકમ ભરનારને વ્યાજમાં ૭૫% ઈન્સેન્ટીવ/રીબેટ આપવાના કામને તથા દક્ષિણ પશ્ચિમ ઝોનની નવનિર્મિત અદ્યતન ઝોનલ ઓફિસને “સ્વ. શ્રી તુષાર દેશમુખ ભવન” નામાભિધાન કરવાના કામને મંજુરી આપવામાં આવી.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
