રાજ્ય સરકાર દ્વારા ડાંગર, મકાઇ, બાજરીની ટેકાના ભાવથી સીધી ખરીદી માટે શનિવારથી ઑનલાઇન નોંધણી શરૂ
September 29, 2022
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત તા.૧૭/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમિયાન ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ અને બાજરીની લઘુતમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરાશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. ની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર ડાંગર માટે ૯૮, મકાઇ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુ.રા.ના.પુ.નિ.લી.ના કેન્દ્રો ખાતેથી ખરીદી કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ।.૨,૦૪૦ પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ।.૨,૦૬૦ પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ।.૧,૯૬૨ પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ।.૨,૩૫૦ પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા નોંધણી તા.૦૧/૧૦/૨૦૨૨ થી તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી કરાવવાની રહેશે. નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અ ની નકલ, નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે.
ખેડૂતોએ તેમના પાકનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમા ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી તેમ યાદીમાં વધુમાં
જણાવાયું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
