હમ સે બેહતર તો તૂઝે તુ ભી નહીં જાનતા હૈઃ રિક્ષા ચાલકના ફિયાસ્કા અંગે કુમાર વિશ્વાસનો કેજરીવાલને કટાક્ષ

હમ સે બેહતર તો તૂઝે તુ ભી નહીં જાનતા હૈઃ રિક્ષા ચાલકના ફિયાસ્કા અંગે કુમાર વિશ્વાસનો કેજરીવાલને કટાક્ષ

નવી દિલ્હીઃ  થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે અમદાવાદની મુલાકાત દરમિયાન એક રિક્ષા ચાલકને ત્યાં ભોજન લેવા ગયા હતા. તેમની સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાનો પણ હતા. પરંતુ હવે આજે એવો ખુલાસો થયો છે કે, કેજરીવાલ જે રિક્ષા ચાલકને ત્યાં ગયા હતા તે વિક્રમ દત્તાણી વાસ્તવમાં ભાજપના જ સમર્થક છે.

કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીએ જે વિક્રમ દત્તાણીના નામે સામાન્ય લોકો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી એ જ વિક્રમ દત્તાણી આજે ભગવા ખેસ અને ટોપી સાથે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યા હતા. એ સભામાં મીડિયા તેમજ અન્ય લોકો તેમને ઓળખી જતાં તેમની સાથે વાત કરી હતી.

મીડિયા સાથે વાત કરતા વિક્રમ દત્તાણીએ કહ્યું કે, પોતે પહેલેથી નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમણે પોતે પોતાની મરજીથી કેજરીવાલને પોતાના ઘરે જમવા નહોતા બોલાવ્યા પરંતુ રિક્ષા ચાલક સંઘે-યુનિયને મને આવું કરવા કહ્યું હતું તેથી તેમણે નિમંત્રણ આપ્યું હતું.

ઈન્ડિયા ટીવી દ્વારા વિક્રમ દત્તાણી સાથે લાંબા સમય સુધી કરવામાં આવેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર શૅર થતાં સુપ્રસિદ્ધ કવિ અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ (સ્થાપક) નેતા ડૉ. કુમાર વિશ્વાસે હિન્દી ભાષામાં ચાર પંક્તિ લખીને કેજરીવાલનું નામ લીધા વિના તેમના ઉપર આકરો કટાક્ષ કર્યો છે. ડૉ. કુમાર વિશ્વાસે લખ્યું છે કે, “अपनी हर ग़ैर-मुनासिब सी जहालत के लिए, बारहा तू जो ये बातों के सिफ़र तानता है, छल-फरेबों में ढके सच के मसीहा मेरे, हमसे बेहतर तो तुझे,तू भी नहीं जानता है..!

દેશ ગુજરાત