દિલ્હીમાં સ્કૂલોના 4000 વિદ્યાર્થીઓને નીચે બેસીને પરીક્ષા આપવાની ફરજ પડી; બાળ અધિકાર કમિશનની નોટિસ
October 03, 2022
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી નિરંતર દિલ્હીના શિક્ષણ મોડેલ વિશે વાત કરે છે અને તેને આખા ભારતનું સૌથી શ્રેષ્ઠ મોડેલ ગણાવે છે, પરંતુ એ દાવાઓમાં કેટલું સત્ય છે તે વિશે મીડિયા અને નાગરિકો સતત હકીકતો ઉજાગર કરતા રહે છે.
આવા જ એક દાવાનો પર્દાફાશ ટાઇમ્સ ઑફ ઈન્ડિયાએ કર્યો છે. આ અખબારના અહેવાલ મુજબ દિલ્હીમાં હાલ ઓછામાં ઓછા 4000 વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશી અને ડેસ્ક જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ વિદ્યાર્થીઓએ નીચે બેસવું પડે છે એટલું જ નહીં પરંતુ પરીક્ષાના પેપર લખવા માટે પણ કાંતો ખોળામાં અથવા સ્કૂલબેગ ઉપર ટેકો લેવો પડે છે.
મહત્ત્વની વાત એ છે કે, દિલ્હીના બાળ અધિકાર કમિશન (ડીસીપીસીઆર) દ્વારા આવી ગંભીર સ્થિતિની નોંધ લેવામાં આવી છે અને ગવર્નમેન્ટ ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલ (જીજીએસએસએસ), કાદીપુરને નોટિસ પણ પાઠવવામાં આવી છે.
વાસ્તવમાં આ વિદ્યાર્થિનીઓને જૂના મકાનના બદલે નવા મકાનમાં જણાવવામાં આવ્યું હતું પરંતુ વિદ્યાર્થિનીઓ સ્કૂલના નવા મકાનમાં ભણવા ગઈ ત્યારે તેમને ભારે આઘાત લાગ્યો. કેજરીવાલ સરકારે નવું મકાન તો બનાવી દીધું પરંતુ ત્યાં હજુ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓને બેસવા માટે ડેસ્ક જ નથી અને તેથી તેમણે નીચે બેસીને ભણવું પડે છે.
આ અંગે વાલીઓ દ્વારા ફરિયાદ થતાં ડીસીપીસીઆરની ટીમે સ્કૂલની મુલાકાત લીધી હતી. વાલીઓએ ટીમને ફરિયાદ કરી કે તેમનાં બાળકો માટે આ રીતે નીચે બેસીને પરીક્ષા આપવાનું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને બેસવા માટે ડેસ્ક જ ન હોય તો એવા નવા મકાનને શું કરવાનું?
આ સ્કૂલમાં છોકરીઓના વિભાગના પ્રિન્સિપાલ ઉષા રાની ગિલાનીએ અખબારને જણાવ્યું કે, તેમણે પોતે ખુરશઓ અને ડેસ્કની વ્યવસ્થા કરવા ત્રણ મહિના પહેલાં (કેજરીવાલ સરકારનું) ધ્યાન દોર્યું હતું પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. “મેં જુલાઈ મહિનામાં જ જાહેર બાંધકામ વિભાગને પત્ર લખ્યો હતો. ત્યારબાદ રિમાઇન્ડર પણ મોકલાવ્યા, છતાં કોઈ પગલાં લેવાયાં નહીં. મેં તો સ્થાનિક ધારાસભ્યને પણ આ સ્થિતિની અને વિદ્યાર્થિનીઓને પડતી મુશ્કેલીની જાણ કરી હતી” તેમ શ્રીમતી ગિલાનીએ જણાવ્યું હતું.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
