બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ ગુજરાત સરકારની મોટી ડિમોલિશન ડ્રાઇવ
October 03, 2022
બેટદ્વારકાઃ ગુજરાત સરકારે બેટદ્વારકામાં ગેરકાયદે ઊભા કરી દેવામાં આવેલી ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રાખી હતી. ગત બે દિવસમાં દુકાનો, ગોડાઉન સહિત કોમર્સિયલ મકાનો ઉપરાંત ગેરકાયદે બાંધી દેવામાં આવેલી 14 દરગાહો પણ તોડી પાડી હતી. આ મેગા ઓપરેશનમાં 1000 કરતાં વધુ સલામતી દળો ખડેપગે હાજર રહ્યા હતા જેથી સ્થાનિક સ્તરે કોઈ ધમાલ ન થાય અને સત્તાવાળાઓ શાંતિથી પોતાનું કામ કરી શકે. (https://deshgujarat.com/2022/10/01/mega-demolition-drive-at-bet-dwarka/ ) . દ્વારકામાં ચાલી રહેલા ડેમોલીશન પાછળ રાષ્ટ્રિય સુરક્ષાનું પણ એંગલ છે. ડ્રગ કેસમાં પકડાયેલા આરોપી રમઝાન પલાણીનું મકાન પણ આ ડેમોલીશન દરમિયાન તોડી પાડવામાં આવ્યું છે.
શનિવારે સૌથી પહેલા તબક્કામાં 15 સ્થળે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં જ્યારે રવિવારે પણ આ કામગીરી ચાલુ રાખીને 35 સ્થળે ગેરકાયદો બાંધકામો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
છેલ્લા થોડા મહિનાથી સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કર્યા બાદ ગુજરાત સરકારે આ મક્કમ પગલું લઇને બેટદ્વારકામાં મન ફાવે તેમ બાંધી દેવામાં આવેલા બાંધકામો, દરગાહો તોડી પાડીને ગેરકાયદે દબાણ હેઠળનો સમગ્ર વિસ્તાર ખુલ્લો કરી દીધો છે. જોકે આ કામગીરી હજુ બીજા દિવસે ચાલુ છે અને હજુ વધુ વિસ્તાર ગેરકાયદે દબાણમાંથી મુક્ત થાય તેવી શક્યતા છે.
આ અહેવાલો અનુસાર જે મોટી સંખ્યામાં દરગાહો બાંધી દેવામાં આવી હતી તેમાંની મોટાભાગની તાજેતરમાં પ્રતિબંધિત થયેલા અંતિમવાદી સંગઠન પીએફઆઈની સહાયથી બની હતી. (https://www.opindia.com/2022/10/gujarat-bet-dwarka-illegal-constructions-bulldozed-suspected-pfi-connection/ )
મીડિયાના અહેવાલો અનુસાર થોડા સમય પહેલાં આ અંગે આખા ગુજરાતમાં એ બાબતે ભારે હોબાળો થયો હતો કે વકફ બોર્ડ દ્વારા બેટ ઉપર માલિક હકનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી સ્થાનિક લોકો ઉપરાંત રાજ્ય અને દેશમાં અનેક લોકોએ આ દબાણો સામે રોષ વ્યક્ત કર્યો હતો, જેને પગલે ગુજરાત સરકારે આ કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવે છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
