કેજરીવાલના મોબાઇલ રિચાર્જ વિશે માનવામાં ન આવે એવી વાત કહી ભગવંત માન મજાકનો વિષય બન્યા
October 03, 2022
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ જી ઇતને ગરીબ હૈ કિ ઉનકે પાસ મોબાઇલ રિચાર્જ કે પૈસે ભી નહીં હૈ- તેમ પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું હતું. તેમના આવા નિવેદનને પગલે નેટિઝન્સે વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરવા ઉપરાંત કેટલાક લોકોએ મજાક ઉડાવવાનું પણ શરૂ કર્યું હતું.
ભગવંત માનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે, પોતે એક વખત કેજરીવાલ સાથે વાત કરવા માગતા હતા અને ફોન કરે તો કટ થઈ જતો હતો. પછી બીજા ફોનથી વાત થઈ ત્યારે તેમણે મને કહ્યું કે, મારા ફોનમાં બેલેન્સન જ નથી એટલે હું તમને સામે ફોન કરી શકતો નથી.
From the comic to the absurd.@ArvindKejriwal smartphone bill is paid by Government; question of 'recharge' does not arise.
If he told @BhagwantMann he's run out of 'charge' it's because he didn't want to take his call.
PS: Mann's phone bill is also paid by Government.#AAPLies https://t.co/hy1Hlzyq0D— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) October 2, 2022
માનનો આ વીડિયો વાયરલ થયા પછી કંચન ગુપ્તા જેવા પીઢ પત્રકારો સહિત અનેક લોકોએ વાસ્તવિકતા ઉજાગર કરી. કંચન ગુપ્તાએ ટ્વિટ કરીને ભગવંત નામનું નામ લખ્યા વિના જણાવ્યું કે, કૉમિકથી એબ્સર્ડ થઈ રહ્યા છે. તેમણે આગળ લખ્યું કે, અરવિંદ કેજરીવાલના ફોનનું બિલ દિલ્હીની રાજ્ય સરકાર ચૂકવે છે, અને તેથી રિચાર્જનો પ્રશ્ન ઉઠતો નથી. જો તેમણે ભગવંત માનને કહ્યું હોય કે પોતાના ફોનમાં રિચાર્જ નથી, તો એનો અર્થ એ છે કે કેજરીવાલ માન સાથે વાત કરવા માગતા નથી. સાથે તેમણે એવી નોંધ પણ મૂકી છે કે ભગવંત માનના મોબાઇલનું બિલ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
पाखण्ड और झूठ की फैक्ट्री है @AamAadmiParty 😂 pic.twitter.com/vLysj6giMS
— लक्ष्य 2024 (@Lakshya2019) October 3, 2022
પંજાબમાં ભાજપના નેતા મનિન્દરસિંહ સિરસાએ લખ્યું કે, બદલાવ કે નામ પે બરબાદી. પંજાબના મુખ્યપ્રધાન ગુજરાતમાં સ્ટેન્ડઅપ કૉમેડિયનની ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે પંજાબ સહન કરી રહ્યું છે. એક રાજ્યના મુખ્યપ્રધાન તરફથી આવું વક્તવ્ય સાંભળવું પડે એ કેટલું શરમજનક છે!
Every telecom company is giving free calling with the monthly pack, but AAP leaders think that people are fools and they can spread any fake stories!
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 3, 2022
તો વિજય પટેલ નામના યુઝરે લખ્યું કે, દરેક કંપની માસિક પેક સાથે ફ્રી કૉલની સુવિધા આપે છે, પરંતુ આપ-ના નેતાઓ માને છે કે લોકો મુર્ખ છે અને તેથી તેઓ ગમે તેવી ફેક વાતો ફેલાવી શકે છે. એ સાથે તેમણે તથા અન્ય યુઝરોએ પણ કેજરીવાલનો એક લાખથી વધુની કિંમતના આઈફોન સાથેનો ફોટો પણ શૅર કર્યો છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
