આઇબીના નામે ગુજરાતમાં જીતનો દાવો કરતા કેજરીવાલ ભૂતકાળમાં કેટકેટલી વખત ખોટા પડયા છે
October 03, 2022
ગાંધીધામઃ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલે ગાંધીધામ અને રાજકોટની મુલાકાત દરમિયાન એવો દાવો કર્યો કે ગુજરાત સરકારને મળેલા આઈબી અહેવાલ અનુસાર રાજ્યમાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. કેજરીવાલના કહેવા મુજબ આઈબીના આ અહેવાલથી ભાજપ અને નરેન્દ્ર મોદી ડરી ગયા છે. જોકે ઇન્ટેલીજન્સ બ્યુરો (આઇબી) વાસ્તવમાં આઇબી આ પ્રકારના સર્વે કરતું જ નથી અને દરેક વખતે આઇબીના નામે રાજકારણીઓ પોતાના મનગમતા આંકડા માધ્યમોમાં ચલાવી દેતા હોય છે. બીજી હકીકત એ છે કે કેજરીવાલ આવાં નિવેદનો દ્વારા પહેલાં પણ સમાચારોમાં ચમકતા રહ્યા છે અને પછી અત્યંત ખરાબ રીતે ખોટા પડ્યા છે.
2014ની લોકસભા ચૂંટણી વખતે કેજરીવાલે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેજરીવાલે દાવો કર્યો હતો કે પોતે બે દિવસ વારાસણીમાં રોકાયા અને તેમને ખ્યાલ આવી ગયો કે કાશીમાં નરેન્દ્ર મોદી હારે છે અને પોતે જીતે છે. એ સમયે એક ટ્વિટ કરીને કેજરીવાલે નરેન્દ્ર મોદીને સલાહ આપી હતી કે, મોદીજી કાશી બેઠક ઉપર હારે છે તેથી તેમણે અહીં ધ્યાન આપવાને બદલે વડોદરાની બેઠક ઉપર ધ્યાન આપવું જોઇએ.
He lies so convincingly 😀 pic.twitter.com/w7NSzA3Glm
— Rishi Bagree (@rishibagree) October 2, 2022
એ જ રીતે કેજરીવાલે ગોવા વિધાનસભાની તે સમયની ચૂંટણી વખતે પણ કોઈ સામાન્ય અખબારમાં ઓપિનય પોલ પ્રકાશિત કરાવીને દાવો કર્યો હતો કે ગોવામાં ભાજપ હારે છે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે. એ સમયે કેજરીવાલે તત્કાલીન મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ મનોહર પારિકરની સભામાં ખુરશીઓ ખાલી હોવાનો નકલી વીડિયો પણ શૅર કર્યો હતો.
કેજરીવાલ આટલેથી અટક્યા નહોતા. 2017ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ આવા જ પ્રકારનું એક ટ્વિટ કરીને કેજરીવાલે લખ્યું હતું કે, મોદીજી ક બયાન દિખાતા હૈ કિ ભાજપા યુપી મેં બુરી તરહ હાર રહી હૈ ઔર મોદીજી નર્વસ હૈ. તે સમયે એએનઆઈ સમાચાર સંસ્થાએ વડાપ્રધાનનું એક નિવેદન ટાંક્યું હતું કે, ગાંવો મેં કબ્રસ્તાન બનતા હૈ તો સ્મશાનગૃહ ભી બનના ચાહિયે, રમઝાન મેં બીજલી આતી હૈ તો દિવાલી મેં ભી આની ચાહિએ. ભેદભાવ નહીં હોના ચાહિયે. આ સમાચારને રિટ્વિટ કરીને કેજરીવાલે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. ત્યારપછી ઉત્તરપ્રદેશ ચૂંટણીનાં પરિણામ શું આવ્યા તે દેશ જાણે છે.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ કેજરીવાલ એવો દાવો કરીને સમાચારોમાં ચમક્યા હતા કે દિલ્હીની સાતેય લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત થશે. જોકે એ વાત અલગ છે કે એ ચૂંટણીમાં તમામ બેઠક ઉપર ભાજપનો જંગી લીડથી વિજય થયો હતો અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
દેશ ગુજરાત
Recent Stories
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
- Lemon Tree Hotels Opens New Resort in Pavagadh
