દુબઈમાં આજે હિન્દુ મંદિરનો વિધિવત્ પ્રારંભ, દશેરાથી ભક્તો માટે ખુલ્લું મૂકાશે

દુબઈમાં આજે હિન્દુ મંદિરનો વિધિવત્ પ્રારંભ, દશેરાથી ભક્તો માટે ખુલ્લું મૂકાશે

— દર્શન માટે ઑનલાઇન બુકિંગ અનિવાર્ય

દુબઈઃ  દુબઈમાં સ્થાપવામાં આવેલા સર્વ-સંપ્રદાય હિન્દુ મંદિરનો આજે મંગળવારે વિધિવત્ પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે અર્થાત બુધવારને દશેરાથી તમામ ભક્તો માટે તે ખુલ્લું મૂકવામાં આવશે.

મંગળવારે સાંજે વિવિધ હિન્દુ સંપ્રદાયના વડા, રાજદ્વારીઓ તેમજ સરકારી અધિકારીઓની હાજરીમાં મંદિરનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ મંદિર દુબઈના જેબલ અલી વિસ્તારમાં આવેલું છે જ્યાં એક ગુરુદ્વારા ઉપરાંત ચર્ચ પણ છે. (https://www.thenationalnews.com/uae/heritage/2022/10/04/dubai-hindu-temple-official-opening-prayer-timings-and-bookings/ )

આ ભવ્ય મંદિર સફેદ આરસથી બનાવવામાં આવ્યું છે અને તેમાં ભારતીય તેમજ અરેબિક સ્થાપત્યની કોતરણી કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ ધર્મના લોકો આ મંદિરની મુલાકાત લે અને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ વિશે જાણકારી મેળવે.

યુએઈના ધ નેશનલ અખબારની વેબસાઈટના અહેવાલ અનુસાર મંદિર આવતીકાલે પાંચમી ઑક્ટોબરથી દરરોજ સવારે 6.30 વાગ્યાથી સાંજે 8.30 સુધી ખુલ્લું રહેશે.

દુબઈના આ મંદિરમાં દર્શન માટે જવા ઑનલાઇન બુકિંગ અનિવાર્ય છે અને એ માટેની વેબસાઈટ છે –  https://hindutempledubai.com/

દેશ ગુજરાત