મહાબલીપુરમમાં પ્રવાસીઓની સંખ્યામાં જંગી વધારો, તાજ મહલનું આકર્ષણ ઘટી ગયું

મહાબલીપુરમમાં પ્રવાસીઓની સંખ્યામાં જંગી વધારો, તાજ મહલનું આકર્ષણ ઘટી ગયું

મહાબલીપુરમઃ  તમિલનાડુના મહાબલીપુરમમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થળે 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ સાથેની શિખર બેઠકનું આયોજન કર્યું હતું ત્યારથી દેશ-વિદેશના પ્રવાસીઓનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. તેની સામે આગરાના તાજ મહલનું આકર્ષણ ઘટી ગયું છે.

અહેવાલો અનુસાર મહાબલીપુરમ મંદિર યુનેસ્કો દ્વારા ઘોષિત વૈશ્વિક વારસા સ્થળ છે. પરંતુ 2019માં નરેન્દ્રભાઈ મોદીએ અહીં શિખર બેઠકનું આયોજન નહોતું કર્યું ત્યાં સુધી માત્ર આસપાસના સ્થાનિક લોકો જ મુલાકાત લેતા હતા. દેશના અને વિદેશના પ્રવાસીઓને એ સમય સુધી આ સ્થળ વિશે ખાસ કોઈ જાણકારી નહોતી.

હવે મોટાભાગના વિદેશી પ્રવાસીઓ આગરાને બદલે મલ્લાપુરમના મહાબલીપુરમની મુલાકાત લઈ રહ્યા છે. 2021-22 ભારત આવનાર કુલ વિદેશી પ્રવાસીઓ પૈકી આશરે 46 ટકાએ મહાબલીપુરમની મુલાકાત લીધી હતી તેની સામે આગરાની મુલાકાત લેનાર વિદેશીઓની ટકાવારી માંડ 12 ટકા રહી હતી. (https://www.livechennai.com/detailnews.asp?newsid=64241  )

ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની બીજી શિખર બેઠકનું અહીં આયોજન થયું ત્યારે આખા દેશનું ધ્યાન આ વૈશ્વિક ધરોહર તરફ ખેંચાયું. અને ત્યારપછી એ સ્થળનો યોગ્ય રીતે વિકાસ થયા બાદ છેલ્લા એક વર્ષમાં જ એટલે કે 2021-22માં 1,50,000 પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. મહાબલીપુરમની સરખામણીમાં માત્ર 38,900 પ્રવાસીઓએ આગરાની મુલાકાત લીધી હતી. (https://timesofindia.indiatimes.com/city/chennai/mahabs-drew-more-foreigners-than-taj-mahal-in-2021-22-government-data/articleshow/94545282.cms  )

ચેન્નઈથી આશરે 60 કિ.મી. દૂર આવેલા મલ્લાપુરમસ્થિત મહાબલીપુરમનું અદ્દભૂત વર્ણન કરતી એક કવિતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવી હતી.

દેશ ગુજરાત