સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી
October 04, 2022
— સુરત મનપાને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ, ગાર્બેજ ફ્રી સીટી (GFC)ની રેન્કિંગમાં ફાઈવ સ્ટા૨ રેન્કિંગ
— અમદાવાદ મહાનગર પાલિકાને ૪ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર
— ગાંધીનગર મનપાને ઈન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર
ગાંધીનગરઃ ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાનું આયોજન સમગ્ર ભારતમાં ક૨વામાં આવે છે. ભા૨ત સ૨કારના નિયુકત થર્ડ પાર્ટી એજન્સી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨, ગાર્બેજ ફ્રી સીટી રેટીંગ તેમજ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ સ્પર્ધાનું દેશભ૨ના ૪,૩૫૪ શહેરોમાં સર્વે કરાયો છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં સ્વચ્છ અમૃત્ત મહોત્સવ એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતુ.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ અમૃત મહોત્સવ-૨૦૨૨ અંતર્ગત ગુજરાતની સુરત મહાનગરપાલિકાને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે જે એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાને ગાર્બેજ ફ્રી સીટી (GFC)ની રેન્કિંગમાં ૫ સ્ટા૨ રેન્કિંગનો એવોર્ડ, ઇન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “મોસ્ટ ઇમ્પેકટ ક્રિએટર” શહેરનું પ્રમાણપત્ર પણ એનાયત થયું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગ૨પાલિકાને ઈન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર મળ્યું છે. તે ઉપરાંત અમદાવાદ મહાનગ૨પાલિકાને ૪ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. રાજકોટ મહાનગ૨પાલિકાને સેલ્ફ સસ્ટેનેબલ બીગ સીટીનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સીટી માટે વડોદરા, જામનગર, ગાંધીનગ૨, રાજકોટ મહાનગરપાલિકાને ૩ સ્ટાર બિરુદ મળ્યું છે. અમદાવાદ કાન્ટોનમેન્ટ બોર્ડને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ કન્ટોન્મેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો. તેમજ 3 સ્ટારનું બિરુદ પણ મળ્યું છે. આ સિવાય ભાવનગ૨ મહાનગ૨પાલિકા, તરસાડી અને વિસાવદર નગ૨પાલિકાને ૧ સ્ટારનું બિરુદ પ્રાપ્ત થયું છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- કાંકરિયા કાર્નિવલમાં આ વખતે શું શું હશે? કોણ કોણ આપશે સ્ટેજ પરફોર્મન્સ? કયો વિશ્વ વિક્રમ સર્જાશે? વાંચો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય